પરીક્ષણ બાદ આ ગ્લાઇડ બૉમ્બને ભારતીય હવાઈ દળમાં સામેલ કરવાનો માર્ગ મોકળો થયો છે.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને ૮ થી ૧૦ એપ્રિલ ૨૦૨૫ દરમિયાન સુખોઇ ૩૦ એમકેઆઇ એરક્રાફ્ટથી લાંબા અંતરના ગ્લાઇડ બૉમ્બ (એલઆરજીબી) ગૌરવનું સફળ પરીક્ષણ કર્યું હતું. પરીક્ષણ દરમિયાન, હથિયારને દ્વીપની જમીન પરના લક્ષ્યને, વિવિધ વૉરહેડ કૉન્ફીગરેશન થકી અનેક સ્ટેશનોથી એકીકૃત કરવામાં આવ્યા, જે ૧૦૦ કિલોમીટરના ક્ષેત્રફળમાં આવેલા લક્ષ્યને નિશાન બનાવવામાં સફળ રહ્યા.
લોંગ રેન્જ ગ્લાઇડ બૉમ્બ ગૌરવ એક હજાર કિલોગ્રામ વજનનો ગ્લાઉડ બૉમ્બ છે. જેને હૈદરાબાદ સ્થિત ડીઆરડીઓની પ્રયોગશાળા રિસર્ચ સેન્ટર ઇમારત (આરસીઆઈ), આયુષ પરીક્ષણ રેન્જ, ચાંદીપુર દ્વારા સ્વદેશી ડિઝાઇન વિકસિત કરવામાં આવી છે. ડીઆરડીઓ અને ભારતીય હવાઈ દળના વરિષ્ઠ અધિકારીઓએ આ પરીક્ષણમાં ભાગ લીધો અને એની સમીક્ષા કરી.
આ પ્રણાલીના વિકાસ અને સહ ઉત્પાદનના ભાગીદારોના અદાણી ડિફેન્સ સિસ્ટમ એન્ડ ટેક્નોલોજીસ, ભારત ફોર્જ અને વિવિધ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના સહયોગથી કાર્યક્રમ સફળ બનાવ્યો. પરીક્ષણ બાદ આ ગ્લાઇડ બૉમ્બને ભારતીય હવાઈ દળમાં સામેલ કરવાનો માર્ગ મોકળો થયો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગૌરવના સફળ પરીક્ષણ માટે ડીઆરડીઓ, ભારતીય હવાઈ દળ અને ઉધ્યોગ જગતને શુભેચ્છા આપી હતી. તેમણે કહ્યું કે લોંગ રેન્જ ગ્લાઇડ બૉમ્બ વિકસિત થવાને કારણે સશસ્ત્ર દળની ક્ષમતા ઘણી વધશે.






