ગણતંત્ર દિવસના પિકનિકનું આયોજન કરવાની મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘની પરંપરા અંતર્ગત આ વરસે પણ સંઘ દ્વાર પિકનિકનું આયોજન કરવામાં આવ્યું છે. બારેય મહિના વ્યસ્ત રહેતા તમામ પત્રકાર તેમના સાથી અખબાર-સાપ્તાહિક-ડિજિટલ મીડિયાના મિત્રો સાથે સપરિવાર નચિંતપણે મોજ માણી શકે એ માટે 26 જાન્યુઆરીના એક દિવસીય પિકનિકનું આયોજન સંઘ દ્વારા કરવામાં આવે છે. આ વરસે પણ સંઘે 26 જાન્યુઆરીના વસઈ પાસે આવેલા રૉયલ ગાર્ડન રિસોર્ટ ખાતે પિકનિકનું આયોજન કર્યું છે.
આ સાથે મુંબઈ ગુજરાતી પરત્રકાર સંઘના પ્રમુખ અને સેક્રેટરીએ તમામ સભ્યોને અપીલ કરી છે કે 15 જાન્યુઆરી, 2025 સુધીમાં તેમના નામ વહેલી તકે નોંધાવે. સંઘના સભ્યો અને પરિવારજન માટે વ્યક્તિ દીઠ રૂ. 600/- અને ગેસ્ટ માટે રૂ. 800/- ચાર્જ રાખવામાં આવ્યો છે. જેમાં સવાર અને સાંજે ચા -નાસ્તો ,બપોરે ભોજન અને મોડી સાંજે પાવભાજી-પુલાવનો સમાવેશ થાય છે. રૉયલ ગાર્ડન જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવશે.
પિકનિકમાં આવવા માટે ઇચ્છુક સભ્યોએ ૧૫ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં તેમના નામ વિપુલ વૈદ્ય (પ્રમુખ), કુનેશ દવે (સેક્રેટરી), પી સી કાપડિયા (ઉપ પ્રમુખ) અને નિમેષ દવે ( જોઇન્ટ સેક્રેટરી) પાસે નોંધાવવા.






