વેસ્ટર્ન નેવલ કમાન્ડે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. જેમાં ડિફેન્સ સિક્યોરિટી કોર્પ્સ (ડબલ્યુએનસી)માં ઇન્ટરનેશનલ યોગ ડે મનાવવામાં આવ્યો, જેમાં મિલિટરી એન્જિનિયર સર્વિસીસ (એમઇએસ), ડિફેન્સ સિવિલિયન એમ્પ્લોઇઝ અને એના પરિવારના સભ્ચયો સહિત તમામ સેવારત નૌસેનાના કર્મચારીઓએ સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ઉતસાહપૂર્વક ભાગ લીધો હતો.

નેવી વાઇવ્ઝ વેલફેર અસોસિયેશન (વેસ્ટર્ન રિજન)ના નિરીક્ષણ હેઠળ દક્ષિણ મુંબઈમાં નૌસેના માટે ઑનલાઇન યોગ સેશનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેનો ઉદ્દેશ તમામ કર્મચારીઓની સાથે તેમના પરિવારના સભ્યોના સ્વસ્થ્યને વધારવાની સાથે રોગપ્રતિકાર શક્તિ વધારવા નિયમીત યોગાભ્યાસ કરવા પ્રોત્સાહિત કરવાનો હતો. ડિજિટલ માધ્યમ દ્વારા વાભિન્ન આસોનો દર્શાવવામાં આવ્યા હતા.

વિયેતનામના કામરાન્હ બે ખાતે ફરજ બજાવી રહેલા આઈએનએસ ઐરાવતના તૂતક પર નૌસેનાના કર્મચારીઓએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.

સમુદ્ર સેતુ-2ના ઓપરેશન માટે પર્શિયન ગલ્ફ ખાતે ફરજ બજાવી રહેલા આઇએનએસ શાર્દુલ પર ફરજ બજાવી રહેલા નૌસેનિકોએ આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરી હતી.






