આઈએનએસ 330 જે હાર્પૂન્સ નામે પણ વિખ્યાત છે
ઇન્ડિયન નેવલ ઍર સ્ક્વૉડ્રન (આઈએનએસ) 330 જે હાર્પૂન્સ નામે પણ વિખ્યાત છે એણે 17 એપ્રિલ, 2023ના એની બાવનમા જન્મદિવસની ઉજવણી કરી હતી. સ્ક્વૉડ્રનને 17 એપ્રિલ, 1971માં કમિશન કરવામાં આવી હતી જે સી કિંગ એમકે 42 બી એન્ટી-સબમરીન વૉરફેર હેલિકૉપ્ટરનું સંચાલન કરે છે.
હેલિકૉપ્ટર દરિયાની દેખરેખ રાખવા, ટોરપિડો લૉન્ચ કરવા અને ઊંડે સુધી નિશાન તાકવા સક્ષમ છે અને એટલા માટે જ તેને ધ ફ્લાઇંગ ફ્રિગેટ નામ આપવામાં આવ્યુ છે.
1971માં થયેલા ભારત – પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સ્ક્વૉડ્રને એની કાબેલિયત વડે દુશ્મનોની કમર તોડી નાખી હતી. સ્ક્વૉડ્રનનું અવિરત જોમ એના સૂત્ર કોઈ પણ સમુદ્ર, કોઈ પણ મિશન, કોઈ પણ ડેક (Any Sea. Any Mission. Any Deck)માં પ્રતિબિંબિત થાય છે.






