• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Sunday, July 19, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Gujarat

સોમનાથમાં આવેલું દાક્ષિણત્ય શૈલીનું સવાસો વરસ કરતા જૂનું લક્ષ્મીનારાયણ-તિરુપતિ બલાજી મંદિર

by P C KAPADIA
April 21, 2023
in Gujarat
0
Share on FacebookShare on Twitter

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ નિમિત્તે વિશેષ

ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ એટલે માનસ પટલ ઉપર દેવાધિદેવ મહાદેવનું સોમનાથ મંદિર તાદૃશ્યમાન થઈ જાય. શિવશંભુ ભોળાના દર્શન કરી અનેક લોકોએ ધન્યતા અનુભવી છે. પરંતુ આજે વાત કરવી છે સોમનાથ મંદિરનું પરિસર શરૂ થાય એ પહેલાં જ આવેલા દ્રવિડ શૈલીમાં બનેલા ૧૨૬ વર્ષ જૂના લક્ષ્મીનારાયણ અને તિરૂપતિ બાલાજી મંદિરની અનુભૂતિ કરાવતા બાલાજી મંદિરની.
મુખ્ય માર્ગથી આગળ વધતા જ હમીરજી ગોહિલની પ્રતિમા પાસે પહોંચતા જ દક્ષિણ સ્થાપત્ય શૈલીમાં બનેલું મૂળ તમિલનાડુના રામાનુજ સંપ્રદાયનું લક્ષ્મીનારાયણ મંદિર નજરે પડે છે. જેની સ્થાપના ૧૮૯૭માં કરવામાં આવી હતી. અને એનો મુખ્ય હેતુ હત જાત-પાત, સ્ત્રી-પુરુષના ભેદભાવોને નાબૂદ કરી, પ્રભુના સિદ્ધાંતને લોકોમાં પ્રસ્થાપિત કરવાનો હતો.

દ્રવિડ શૈલીમાં મંદિરના નિર્માણ અંગેની વાત કરતા મધુસુદનાચાર્ય સ્વામીજીએ જણાવ્યું કે, તમિલ સંસ્કૃતિ અને મૂળ તમિલ સંપ્રદાયની અનુભૂતિ લોકો ગુજરાતની ધરા ઉપર કરી શકે તે માટે તત્કાલીન ગાર્દીપતિ શ્યામ સુંદર સ્વામી દ્વારા ૧૯૯૭માં મંદિરની શતાબ્દીની ઉજવણી બાદ દ્રવિડિયન શૈલીના મંદિરના નવનિર્માણનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં દક્ષિણ સ્થાપત્ય શૈલીના કારીગરો ન મળવાથી શ્રી શ્યામ સુંદર સ્વામી દક્ષિણ ભારત ગયા હતા. જ્યાં તેઓ ડૉ.આર.એસ વરદરાજને મળ્યા હતા. જેમણે મંદિરના નિર્માણ માટે કારીગરોની વ્યવસ્થા કરી આપી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ડૉ.આર.એસ વરદરાજ દ્વારા જ મંદિરનું નિર્માણ પૂરું થયા બાદ ભગવાનની મૂર્તિમાં કરી એની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની દક્ષિણ ભારતની ખાસ કલાકર્ષક અને ભક્તોને આકર્ષિત કરતી વિધિ કરવામાં આવી હતી. તામિલનાડુના આ મૂળ સંપ્રદાય સાથે આજે સોમનાથ અને તેની આસપાસના અનેક લોકો જોડાયેલા છે. આજે પણ તમિલનાડુના મુખ્ય સંપ્રદાયોમાંના એક એવા સંપ્રદાયની મુખ્ય ગાદી તમિલનાડુના તોતાદ્રીમઠ કે જે કન્યાકુમારીથી ૫૦ કિલોમીટર દૂર વનમામલે નાગુલેરી ખાતે આવેલી છે. લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર દ્રવિડિયન શૈલીની પંચરત્ન આગમ સ્થાપત્ય શૈલીનું છે, જ્યારે બાલાજી મંદિર તિરૂપતિ બાલાજીની પ્રતિકૃતિ સમાન વૈખાનસ પદ્ધતિનું સ્થાપત્ય છે. બંને મંદિરોની પૂજા દક્ષિણ ભારતની શાસ્ત્રોકત વિધિ અને પદ્ધતિ અનુસાર કરવામાં આવે છે.
ચૈત્ર સુદ છઠ્ઠ થી દશમ સુધી મંદિર દ્વારા ખાસ ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં સંપ્રદાયના મુખ્ય સિદ્ધાંત સર્વ જન વિષ્ણુમયને પરિપૂર્ણ કરતા ઉત્સવ દરમિયાન ભગવાનની મૂર્તિ નગરચર્ચાએ નીકળે છે અને દરેક ભક્ત કોઈ પણ નાત જાતના ભેદભાવ વિના ભગવાનને પોતાના ઘરે પધરામણી કરાવી શકે છે. મંદિરની એક ખાસિયત એ છે કે, માતા લક્ષ્મી પ્રભુની જમણી બાજુ આવેલા છે જે પણ માતાના આગમન થકી નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટેનો વિચાર દર્શાવે છે તેમ મધુસુદનાચાર્ય સ્વામીજીએ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ મંદિરના ખાસ રાજગોપુરમ, ગરુડ સ્તંભ, ગરુડ મંદિર, વિમાન ગોપૂરમનું બાંધકામ સંપૂર્ણ દક્ષિણ શૈલીનું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “એક ભારત અને શ્રેષ્ઠ ભારત”ની સંકલ્પનાને સાકાર કરતા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં આવનાર સૌરાષ્ટ્રીયન તમિલ બંધુઓને આવકારવા અમે તૈયાર છીએ. અમને આશા છે કે તમિલનાડુ અને સોમનાથ વચ્ચેની સંસ્કૃતિની સામ્યતાઓ થકી માતૃભૂમિ અને કર્મભૂમિ સાથે જોડાયેલી સંવેદનાઓ તેમને પોતીકાપણાનો અનુભવ કરાવશે તેઓ વિશ્વાસ મધુસુદનાચાર્ય સ્વામીજીએ વ્યક્ત કર્યો હતો.

– રાજકોટ ન્યૂઝ

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

ભાગેડુ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની 37 દિવસ બાદ ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com