ઉત્તર પ્રદેશમાં વારાણસીની જ્ઞાનવ્યાપી મામલે વારાણસી હાઇકોર્ટે મુસ્લિમ પક્ષની અરજીની સુનાવણી કરવાનું નકારી દીધું છે. વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં શૃંગાર ગૌરીની પૂજા કરવા દેવા અંગેનો કેસ હવે નિયમિતપણ ચાલતો રહેશે. હાઇકોર્ટે વારાણસી જિલ્લા કોર્ટનો 12 ડિસેમ્બરનો ચુકાદો કાયમ રાખ્યો હતો.
રાખી સિંહ અને અન્ય મહિલાઓએ કરેલા કેસ વિરુદ્ધ જ્ઞાનવ્યાપી મસ્જિદની ઇન્તજામિયા કમિટીએ વારાણસીની જિલ્લા કોર્ટમાં વિરોધ દર્શાવ્યો હતો. ગયા વરસે 12 સપ્ટેમ્બરે જિલ્લા કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી કાઢી નાખી હતી. આથી મસ્જિદ કમિટીએ હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. હાઇકોર્ટની સિંગલ જજ જે.જે. મુનીરની બેન્ચે પણ આજે મુસ્લિમ પક્ષની અરજી કાઢી નાખી હતી.
વારાણસી હાઇકોર્ટે જ્ઞાનવ્યાપી અંગેની ઇન્તજામિયા કમિટીની અરજી કાઢી નાખ્યા બાદ હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલા ઍડવોકેટ વિષ્ણુ શંકર જૈને કહ્યુ કે, આ એક ઐતિહાસિક ચુકાદો છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે અંજુમન ઇન્તજામિયા મસ્જિદ કમિટીની અરજી વિચારવા યોગ્ય નથી અને એને નકારી દીધી હતી. આ ચુકાદો તમામ હિન્દુઓ માટે એક મહત્ત્વપૂર્ણ છે.
મુસ્લિમ પક્ષ તરફથી દલીલ કરવામાં આવી હતી કે વર્શિપ ઍક્ટ મુજબ આ કેસની સુનાવણી થઈ શકે નહીં. પરંતુ કોર્ટે તેમની દલીલ માન્ય રાખી નહોતી અને અરજી કાઢી નાખી.