• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ

by P C KAPADIA
March 31, 2022
in Corporate
0
એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.570 અને ચાંદીમાં રૂ.599ની વૃદ્ધિ
Share on FacebookShare on Twitter

ક્રૂડ તેલના વાયદાના ભાવમાં નરમાઈનો માહોલઃ કોટનનો વાયદો રૂ.43 હજારના સ્તરને પારઃ મેન્થા તેલ, કપાસ અને રબરમાં સાર્વત્રિક સુધારોઃ બુલડેક્સ વાયદામાં 98 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 114 પોઈન્ટની મૂવમેન્ટ

ડેઇલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,91,764 સોદાઓમાં કુલ રૂ.15,453.02 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના એપ્રિલ વાયદામાં 98 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના એપ્રિલ વાયદામાં 114 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 68,379 સોદાઓમાં કુલ રૂ.3,647.44 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,906ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,219 અને નીચામાં રૂ.50,906ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.208 વધી રૂ.51,161ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.38 વધી રૂ.41,462 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.15 ઘટી રૂ.5,119ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,100ના ભાવે ખૂલી, રૂ.136 વધી રૂ.51,178ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,187ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,187 અને નીચામાં રૂ.66,550ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 314 ઘટી રૂ.67,092ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 339 ઘટી રૂ.67,259 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.352 ઘટી રૂ.67,256 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 5,207 સોદાઓમાં રૂ.999.77 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.2.05 ઘટી રૂ.282.10 અને જસત માર્ચ વાયદો રૂ.5.75 વધી રૂ.348ના ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.50 ઘટી રૂ.814.35 અને નિકલ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.20. ઘટી રૂ.2,430 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.85 વધી રૂ.183ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 54,912 સોદાઓમાં કુલ રૂ.4,753.65 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,968ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,968 અને નીચામાં રૂ.7,597ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.417 ઘટી રૂ.7,698 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.4.50 ઘટી રૂ.419.20 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,789 સોદાઓમાં રૂ.175.05 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.2,197.50 બોલાઈ રહ્યો હતો. કોટન માર્ચ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.42,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.43,100 અને નીચામાં રૂ.42,500ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.640 વધી રૂ.43,010ના સ્તરે પહોંચ્યો હતો. રબર એપ્રિલ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,570ના ભાવે ખૂલી, રૂ.41 વધી રૂ.17611 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.10 વધી રૂ.1071.40 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 12,004 સોદાઓમાં રૂ.1,842.97 કરોડનાં 3,576.625 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 56,375 સોદાઓમાં કુલ રૂ.1,804.47 કરોડનાં 269.142 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 36,980 સોદાઓમાં રૂ.3,463.14 કરોડનાં 44,84,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 17,932 સોદાઓમાં રૂ.1,291 કરોડનાં 30716250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,182 સોદાઓમાં રૂ.148.86 કરોડનાં 34625 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 581 સોદાઓમાં રૂ.25.61 કરોડનાં 235.8 ટન, રબરના વાયદાઓમાં 23 સોદાઓમાં રૂ.0.40 કરોડનાં 23 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,460.399 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 337.819 ટન, ક્રૂડ તેલમાં 600500 બેરલ અને નેચરલ ગેસમાં 11186250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 159775 ગાંસડી, મેન્થા તેલમાં 444.24 ટન, રબરમાં 65 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 585 સોદાઓમાં રૂ.45.60 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 578 સોદાઓમાં રૂ.44.89 કરોડનાં 599 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 7 સોદાઓમાં રૂ..71 કરોડનાં 7 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 525 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 36 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ એપ્રિલ વાયદો 8,120ના સ્તરે ખૂલી, ઊપરમાં 8,234 અને નીચામાં 8,120ના સ્તરને સ્પર્શી, 114 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 217 પોઈન્ટ ઘટી 8,155ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ એપ્રિલ વાયદો 14,994ના સ્તરે ખૂલી, 98 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 33 પોઈન્ટ ઘટી 15,022ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 60892 સોદાઓમાં રૂ.5,831.51 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.149.84 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.57.18 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,276.59 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.347.50 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 211.33 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ એપ્રિલ રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.320 ખૂલી, ઊપરમાં રૂ.448 અને નીચામાં રૂ.316.60 રહી, અંતે રૂ.200.50 ઘટી રૂ.352.70 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.420ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.25.20 ખૂલી, ઊપરમાં રૂ.30.55 અને નીચામાં રૂ.24.60 રહી, અંતે રૂ.2.10 ઘટી રૂ.28.10 થયો હતો. ચાંદી એપ્રિલ રૂ.75,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.181 ખૂલી, ઊપરમાં રૂ.290 અને નીચામાં રૂ.181 રહી, અંતે રૂ.29.50 ઘટી રૂ.285 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.155 ખૂલી, ઊપરમાં રૂ.220 અને નીચામાં રૂ.155 રહી, અંતે રૂ.73.70 વધી રૂ.194.70 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.17.30 ખૂલી, ઊપરમાં રૂ.19.25 અને નીચામાં રૂ.17.30 રહી, અંતે રૂ.1.70 વધી રૂ.18.95 થયો હતો. સોનું મે રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.327 ખૂલી, ઊપરમાં રૂ.380 અને નીચામાં રૂ.324 રહી, અંતે રૂ.18 વધી રૂ.341.50 થયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
નાળા સફાઈ માટે ૫૪૫ કરોડ રૂપિયાના કામોને પાલિકા પ્રશાસકે આપી મંજૂરી

નાળા સફાઈ માટે ૫૪૫ કરોડ રૂપિયાના કામોને પાલિકા પ્રશાસકે આપી મંજૂરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com