• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 21, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં નરમાઈ

by P C KAPADIA
October 18, 2022
in Corporate
0
Share on FacebookShare on Twitter

કોટનના વાયદામાં સુધારાની આગેકૂચઃ મેન્થા તેલ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.10225 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.6931 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.28 કરોડનાં કામકાજ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,22,423 સોદાઓમાં કુલ રૂ.17,184.21 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.10224.58 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.6931.43 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 92,089 સોદાઓમાં કુલ રૂ.4,968.87 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,364ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,545 અને નીચામાં રૂ.50,320 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1 ઘટી રૂ.50,472ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.27 ઘટી રૂ.40,216 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.6 ઘટી રૂ.4,999ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,219ના ભાવે ખૂલી, રૂ.6 વધી રૂ.50,237ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,239ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,820 અને નીચામાં રૂ.56,185 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.100 વધી રૂ.56,407 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.93 વધી રૂ.56,901 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.103 વધી રૂ.57,015 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 17,378 સોદાઓમાં રૂ.2,658.59 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓક્ટોબર વાયદો 1 કિલોદીઠ રૂ.2.60 ઘટી રૂ.197 અને જસત ઓક્ટોબર વાયદો કોઈ ફેરફાર વગર રૂ.265ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.5.25 ઘટી રૂ.643.10 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.25 ઘટી રૂ.182ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 34,630 સોદાઓમાં કુલ રૂ.2,571.05 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,071ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,123 અને નીચામાં રૂ.6,967 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.52 ઘટી રૂ.7,028 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.20 વધી રૂ.496.60 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 416 સોદાઓમાં રૂ.26.07 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ઓક્ટોબર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.33,010ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.33,750 અને નીચામાં રૂ.33,000 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.110 વધી રૂ.33,420ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.20 ઘટી રૂ.974.70 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,567.70 કરોડનાં 5,091.492 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,401.17 કરોડનાં 422.400 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.979.14 કરોડનાં 13,95,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,592 કરોડનાં 31998750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.14.87 કરોડનાં 4675 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.11.20 કરોડનાં 113.76 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 18,338.538 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,092.610 ટન, ક્રૂડ તેલમાં 492600 બેરલ અને નેચરલ ગેસમાં 16552500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 76800 ગાંસડી, મેન્થા તેલમાં 615.96 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.28.20 કરોડનાં 406 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 13,882ના સ્તરે ખૂલી, 15 પોઈન્ટ ઘટી 13,877ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.6,931.43 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.308.47 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.142.63 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,811.02 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,668 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.194.44 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.15.15 ખૂલી, ઊપરમાં રૂ.18.50 અને નીચામાં રૂ.12.40 રહી, અંતે રૂ.0.55 ઘટી રૂ.17.30 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ નવેમ્બર રૂ.7,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.225 ખૂલી, ઊપરમાં રૂ.239.30 અને નીચામાં રૂ.191 રહી, અંતે રૂ.28.20 ઘટી રૂ.208.20 થયો હતો. સોનું નવેમ્બર રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.10 ખૂલી, ઊપરમાં રૂ.13.50 અને નીચામાં રૂ.10 રહી, અંતે કોઈ ફેરફાર વગર રૂ.12 થયો હતો. સોનું-મિની ઓક્ટોબર રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.24 ખૂલી, ઊપરમાં રૂ.39 અને નીચામાં રૂ.23 રહી, અંતે રૂ.7.50 વધી રૂ.31 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.741 ખૂલી, ઊપરમાં રૂ.874 અને નીચામાં રૂ.740 રહી, અંતે રૂ.13.50 વધી રૂ.781.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ નવેમ્બર રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.390 ખૂલી, ઊપરમાં રૂ.445.20 અને નીચામાં રૂ.376.70 રહી, અંતે રૂ.25.80 વધી રૂ.421.70 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.480ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.14.50 ખૂલી, ઊપરમાં રૂ.16.05 અને નીચામાં રૂ.9.60 રહી, અંતે રૂ.1.45 ઘટી રૂ.11.30 થયો હતો. સોનું નવેમ્બર રૂ.49,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.300 ખૂલી, ઊપરમાં રૂ.308 અને નીચામાં રૂ.264.50 રહી, અંતે રૂ.21.50 વધી રૂ.289 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,599 ખૂલી, ઊપરમાં રૂ.1,666 અને નીચામાં રૂ.1,422.50 રહી, અંતે રૂ.26.50 ઘટી રૂ.1,595.50 થયો હતો. સોનું-મિની ઓક્ટોબર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.241 ખૂલી, ઊપરમાં રૂ.276 અને નીચામાં રૂ.200.50 રહી, અંતે રૂ.28 વધી રૂ.267 થયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.20નો સુધારોઃ નેચરલ ગેસમાં મામૂલી વૃદ્ધિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com