• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 22, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.20નો સુધારોઃ નેચરલ ગેસમાં મામૂલી વૃદ્ધિ

by P C KAPADIA
October 19, 2022
in Corporate
0
Share on FacebookShare on Twitter

સોનાનો વાયદો રૂ.114 અને ચાંદીનો રૂ.313 નરમઃ કોટનમાં ગાંસડીદીઠ રૂ.90 વધ્યાઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.9670 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.6995 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.36 કરોડનાં કામકાજ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,09,410 સોદાઓમાં કુલ રૂ.16,700.71 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9670.03 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.6994.9 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 87,154 સોદાઓમાં કુલ રૂ.5,348.08 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,397ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,480 અને નીચામાં રૂ.50,069ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.114 ઘટી રૂ.50,300ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.81 ઘટી રૂ.40,125 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.10 ઘટી રૂ.4,985ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,063ના ભાવે ખૂલી, રૂ.136 ઘટી રૂ.50,056ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,400ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,487 અને નીચામાં રૂ.55,910ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.313 ઘટી રૂ.56,041ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.301 ઘટી રૂ.56,548 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.280 ઘટી રૂ.56,660 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 14,811 સોદાઓમાં રૂ.2,176.91 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓક્ટોબર વાયદો 1 કિલોદીઠ રૂ.0.90 વધી રૂ.195.55 અને જસત ઓક્ટોબર વાયદો રૂ.1.60 વધી રૂ.267ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.3.05 ઘટી રૂ.637.40 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી રૂ.182ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 29,740 સોદાઓમાં કુલ રૂ.2,121.77 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,896ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,935 અને નીચામાં રૂ.6,802ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.20 વધી રૂ.6,908 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.10 વધી રૂ.475.70 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 436 સોદાઓમાં રૂ.23.27 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ઓક્ટોબર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.34,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.34,000 અને નીચામાં રૂ.33,350ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.90 વધી રૂ.33,470ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.80 ઘટી રૂ.969.90 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,275.14 કરોડનાં 6,515.640 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,072.94 કરોડનાં 366.790 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.950.85 કરોડનાં 13,82,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,171 કરોડનાં 24210000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.11.59 કરોડનાં 3675 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.11.68 કરોડનાં 119.52 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 18,137.569 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,116.604 ટન, ક્રૂડ તેલમાં 519900 બેરલ અને નેચરલ ગેસમાં 17566250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 77175 ગાંસડી, મેન્થા તેલમાં 602.28 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.35.78 કરોડનાં 517 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 13,874ના સ્તરે ખૂલી, 37 પોઈન્ટ ઘટી 13,829ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.6,994.90 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.543.55 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.110.03 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,253.63 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,086.41 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.180.42 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ચાંદી-મિની નવેમ્બર રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3,039 ખૂલી, ઊપરમાં રૂ.3,039 અને નીચામાં રૂ.2,820 રહી, અંતે રૂ.117 ઘટી રૂ.2,929.50 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.475ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.17 ખૂલી, ઊપરમાં રૂ.17 અને નીચામાં રૂ.17 રહી, અંતે રૂ.6.55 વધી રૂ.17 થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર રૂ.8,100ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.83 ખૂલી, ઊપરમાં રૂ.83 અને નીચામાં રૂ.83 રહી, અંતે રૂ.3 વધી રૂ.83 થયો હતો. સોનું-મિની ઓક્ટોબર રૂ.50,400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.345 ખૂલી, ઊપરમાં રૂ.345 અને નીચામાં રૂ.45 રહી, અંતે રૂ.153.50 વધી રૂ.195 થયો હતો. તાંબુ ઓક્ટોબર રૂ.640ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1 ખૂલી, ઊપરમાં રૂ.1 અને નીચામાં રૂ.1 રહી, અંતે રૂ.7.78 ઘટી રૂ.1 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ચાંદી-મિની નવેમ્બર રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.445 ખૂલી, ઊપરમાં રૂ.460.50 અને નીચામાં રૂ.445 રહી, અંતે રૂ.17 વધી રૂ.453 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.430ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.20 ખૂલી, ઊપરમાં રૂ.2.20 અને નીચામાં રૂ.2.20 રહી, અંતે રૂ.1.90 વધી રૂ.2.20 થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર રૂ.7,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.616.50 ખૂલી, ઊપરમાં રૂ.616.50 અને નીચામાં રૂ.616.50 રહી, અંતે રૂ.61.60 ઘટી રૂ.616.50 થયો હતો. તાંબુ ઓક્ટોબર રૂ.640ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.06 ખૂલી, ઊપરમાં રૂ.4.06 અને નીચામાં રૂ.4.06 રહી, અંતે કોઈ ફેરફાર વગર રૂ.4.06 થયો હતો. ચાંદીનવેમ્બર રૂ.56,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,980 ખૂલી, ઊપરમાં રૂ.1,980 અને નીચામાં રૂ.1,980 રહી, અંતે રૂ.159 વધી રૂ.1,980 થયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

દિવાળી નિમિત્તે એમસીએક્સ પર મુહૂર્ત ટ્રેડિંગનું આયોજન કરાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com