ડેઈલી માર્કેટ રિપોર્ટ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 202,489 સોદાઓમાં કુલ રૂ.18,977.86 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9516.39 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.9429.92 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 70,542 સોદાઓમાં કુલ રૂ.4,300.96 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,067ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,249 અને નીચામાં રૂ.49,970 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.144 ઘટી રૂ.50,030ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.135 ઘટી રૂ.40,193 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.18 ઘટી રૂ.5,012ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,300ના ભાવે ખૂલી, રૂ.141 ઘટી રૂ.50,108ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.58,954ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,192 અને નીચામાં રૂ.58,711 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.142 વધી રૂ.58,893 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.94 વધી રૂ.59,229 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.110 વધી રૂ.59,235 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 8,627 સોદાઓમાં રૂ.1,450.74 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ મે વાયદો 1 કિલોદીઠ રૂ.1.05 ઘટી રૂ.231.25 અને જસત મે વાયદો રૂ.2.30 ઘટી રૂ.304ના ભાવ થયા હતા. આ સામે તાંબુ મે કોન્ટ્રેક્ટ રૂ.2.80 ઘટી રૂ.741.95 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.65 ઘટી રૂ.179ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 38,103 સોદાઓમાં કુલ રૂ.3,622.60 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,290ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,397 અને નીચામાં રૂ.8,215 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.180 વધી રૂ.8,354 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.70 વધી રૂ.608 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,227 સોદાઓમાં રૂ.142.09 કરોડનાં કામકાજ થયા હતા. કોટન મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.48,580ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.49,270 અને નીચામાં રૂ.48,530 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.360 વધી રૂ.49,000ના સ્તરે પહોંચ્યો હતો. રબર મે કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,400ના ભાવે ખૂલી, રૂ.475 ઘટી રૂ.17400 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.50 ઘટી રૂ.1124.40 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,356.96 કરોડનાં 4,700.368 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.1,944 કરોડનાં 328.810 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,763.48 કરોડનાં 2,129,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,859 કરોડનાં 30730000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.124.50 કરોડનાં 25425 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.17.54 કરોડનાં 153.36 ટન, રબરના વાયદાઓમાં રૂ.0.05 કરોડનાં 3 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 16,717.953 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 905.197 ટન, ક્રૂડ તેલમાં 811500 બેરલ અને નેચરલ ગેસમાં 7910000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 97475 ગાંસડી, મેન્થા તેલમાં 562.68 ટન, રબરમાં 7 ટન ના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.31.55 કરોડનાં 446 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ મે વાયદો 14,161ના સ્તરે ખૂલી, 31 પોઈન્ટ ઘટી 14,128ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.9,429.92 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.607.21 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.50.56 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.8,017.48 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.754.46 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.168.90 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું-મિની મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.170 ખૂલી, ઊપરમાં રૂ.170 અને નીચામાં રૂ.124 રહી, અંતે રૂ.39 ઘટી રૂ.130 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ મે રૂ.8,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.103 ખૂલી, ઊપરમાં રૂ.154.70 અને નીચામાં રૂ.93 રહી, અંતે રૂ.52.80 વધી રૂ.140.10 થયો હતો. સોનું મે રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.250 ખૂલી, ઊપરમાં રૂ.250 અને નીચામાં રૂ.184 રહી, અંતે રૂ.50 ઘટી રૂ.197 થયો હતો. નેચરલ ગેસ મે રૂ.600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.37.20 ખૂલી, ઊપરમાં રૂ.46.80 અને નીચામાં રૂ.35.90 રહી, અંતે રૂ.6 વધી રૂ.44.15 થયો હતો. ચાંદી જૂન રૂ.62,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.945 ખૂલી, ઊપરમાં રૂ.1,156 અને નીચામાં રૂ.945 રહી, અંતે રૂ.28.50 વધી રૂ.1,068.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ મે રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.100 ખૂલી, ઊપરમાં રૂ.112 અને નીચામાં રૂ.76.40 રહી, અંતે રૂ.56.90 ઘટી રૂ.82.80 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.41.60 ખૂલી, ઊપરમાં રૂ.42.85 અને નીચામાં રૂ.33.55 રહી, અંતે રૂ.3.90 ઘટી રૂ.36.20 થયો હતો. સોનું મે રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.161 ખૂલી, ઊપરમાં રૂ.504 અને નીચામાં રૂ.161 રહી, અંતે રૂ.70.50 વધી રૂ.473 થયો હતો. ચાંદી જૂન રૂ.58,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,732 ખૂલી, ઊપરમાં રૂ.1,732 અને નીચામાં રૂ.1,577 રહી, અંતે રૂ.86 ઘટી રૂ.1,663.50 થયો હતો. સોનું-મિની મે રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.925 ખૂલી, ઊપરમાં રૂ.1,199 અને નીચામાં રૂ.925 રહી, અંતે રૂ.125.50 વધી રૂ.1,151 થયો હતો.
- નૈમિષ ત્રિવેદી