સામાજિક કાર્યો માટે જાણીતી સંસ્થા સાનવી સોશિયલ વેલફેર ઓર્ગેનાઇઝેશન દ્વારા કેન્સર પીડિતો માટે ફન ફિલ્ડ એન્ટરટેઇન્મેન્ટ કાર્યક્રમનું આયોજન તાતા કેન્સર હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. છેલ્લા બે વરસથી કોરોના મહામારીને કારણે સાર્વજનિક કાર્યક્રમોનું આયોજન થઈ શક્યું નહોતું. એટલે ઇશા રાવતના નેતૃત્વ હેઠળ આયોજિત કાર્યક્રમમાં બસોથી વધુ કેન્સર પીડિતોનું ગીત-સંગીતના રંગારંગ કાર્યક્રમ દ્વારા મનોરંજન કરવામાં આવ્યું હતું. આ અવસરે સાનવી સોશિયલ વેલફેરનાં પ્રમુખ ઇશા રાવત, અભિનેત્રી નિહારિકા રાયઝાદા અને તાતા હોસ્પિટલનાવરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું આયોજન સાનવી સોશિયલ વેલફેર ઓર્ગેનાઇઝેશન દ્વારા તાતા કેન્સર હોસ્પિટલ, લિટલ મોર અને પૂજા કાસ્ટિંગના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ અવસરે ઇશા રાવતે કહ્યુ કે, અમે લાંબા અરસા બાદ કેન્સર પીડિતો માટે આ કાર્યક્રમનું આયોજન કરી શક્યા એનો આનંદ છે. અમારો ઉદ્દેશ કેન્સર પીડિતોને આનંદ આપવાનો છે.
સાનવી સોશિયલ વેલફેર ઓર્ગેનાઇઝેશન અંતરિયાળ વિસ્તારના ગામડાંઓમાં શિક્ષણ, સ્વાસ્થ્ય સહિત અનેક સામાજિક કાર્યોમાં છેલ્લા પાંચ વરસથી સક્રિય છે.






