• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 21, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ

by P C KAPADIA
November 1, 2021
in Corporate
0
સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં નરમાઈ
Share on FacebookShare on Twitter

બુલડેક્સ ફ્યુચર્સમાં 48 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 223 પોઈન્ટની મૂવમેન્ટઃ કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યા

ડેઇલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 102,281 સોદાઓમાં કુલ રૂ.9,342.66 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના નવેમ્બર વાયદામાં 48 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના નવેમ્બર વાયદામાં 223 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 37,471 સોદાઓમાં કુલ રૂ.2,636.62 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,615ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,731 અને નીચામાં રૂ.47,590 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.17 વધી રૂ.47,652ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.11 વધી રૂ.38,373 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 વધી રૂ.4,757ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.64,449 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,631 અને નીચામાં રૂ.64,220 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.151 ઘટી રૂ.64,383 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.139 ઘટી રૂ.64,586 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.126 ઘટી રૂ.64,581 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 12,508 સોદાઓમાં રૂ.2,299.54 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.80 ઘટી રૂ.220.50 અને જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.55 ઘટી રૂ.286ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.40 ઘટી રૂ.741.70 અને નિકલ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.7.1 ઘટી રૂ.1,513.40 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.80 વધી રૂ.188ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 24,111 સોદાઓમાં કુલ રૂ.1,800.51 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,250ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,313 અને નીચામાં રૂ.6,219 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.32 વધી રૂ.6,296 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.60 ઘટી રૂ.402.40 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 2,496 સોદાઓમાં રૂ.278.93 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,832ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1857 અને નીચામાં રૂ.1822.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.39 વધી રૂ.1,842 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર નવેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,875 અને નીચામાં રૂ.17,750 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.97 વધી રૂ.17,836ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,127.10ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1135 અને નીચામાં રૂ.1122.10 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.5.10 ઘટી રૂ.1123 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.40 ઘટી રૂ.939.20 અને કોટન નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.700 વધી રૂ.33,360 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 8,574 સોદાઓમાં રૂ.1,535.44 કરોડનાં 3,220.359 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 28,897 સોદાઓમાં કુલ રૂ.1,101.18 કરોડનાં 170.598 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.292.72 કરોડનાં 13,220 ટન, જસતના વાયદાઓમાં રૂ.288.20 કરોડનાં 10,055 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,016.92 કરોડનાં 13,670 ટન, નિકલના વાયદાઓમાં રૂ.589.02 કરોડનાં 3,892.5 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.112.68 કરોડનાં 6,020 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,295 સોદાઓમાં રૂ.869.79 કરોડનાં 1,388,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 13,816 સોદાઓમાં રૂ.930.72 કરોડનાં 22,860,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 13 સોદાઓમાં રૂ.0.48 કરોડનાં 52 ટન અને કોટનના વાયદાઓમાં 1,658 સોદાઓમાં રૂ.165.68 કરોડનાં 49750 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 82 સોદાઓમાં રૂ.3.36 કરોડનાં 35.64 ટન, રબરના વાયદાઓમાં 30 સોદાઓમાં રૂ.0.53 કરોડનાં 30 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 713 સોદાઓમાં રૂ.108.88 કરોડનાં 9,690 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,159.393 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 630.977 ટન, એલ્યુમિનિયમમાં 13,390 ટન, જસત વાયદામાં 6,515 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 13,215 ટન, નિકલ વાયદામાં 2,481 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,195 ટન, ક્રૂડ તેલમાં 735,400 બેરલ અને નેચરલ ગેસમાં 7,608,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 144 ટન, કોટનમાં 136850 ગાંસડી, મેન્થા તેલમાં 380.88 ટન, રબરમાં 54 ટન, સીપીઓમાં 69,140 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,423 સોદાઓમાં રૂ.117.84 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 466 સોદાઓમાં રૂ.34.58 કરોડનાં 483 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 712 સોદાઓમાં રૂ.63.40 કરોડનાં 745 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,873 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,128 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,327ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,335 અને નીચામાં 14,287ના સ્તરને સ્પર્શી, 48 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 5 પોઈન્ટ ઘટી 14,308ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ નવેમ્બર વાયદો 17,130ના સ્તરે ખૂલી, 223 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 87 પોઈન્ટ ઘટી 16,977ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 24,272 સોદાઓમાં રૂ.2,209.22 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.129.78 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.25.73 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,052.79 કરોડનાં કામકાજ થયાં હતાં.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈઃ ક્રૂડ તેલ વધ્યું

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com