• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Sunday, July 19, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો

by P C KAPADIA
November 24, 2021
in Corporate
0
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલ વધ્યું
Share on FacebookShare on Twitter

બુલડેક્સ ફ્યુચર્સમાં 82 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 232 પોઈન્ટની મૂવમેન્ટઃ કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યા

ડેઇલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,38,395 સોદાઓમાં કુલ રૂ.11,865.70 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના નવેમ્બર વાયદામાં 82 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ડિસેમ્બર વાયદામાં 232 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 73,171 સોદાઓમાં કુલ રૂ.4,121.08 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,569ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,674 અને નીચામાં રૂ.47,363 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.31 ઘટી રૂ.47,403ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.16 વધી રૂ.38,133 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.23 ઘટી રૂ.4,738ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.62,877 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,029 અને નીચામાં રૂ.62,510 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.126 વધી રૂ.62,635 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.18 વધી રૂ.62,593 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.11 ઘટી રૂ.62,604 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 14,654 સોદાઓમાં રૂ.2,944.76 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.05 વધી રૂ.212.30 અને જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.00 વધી રૂ.275ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.95 વધી રૂ.741.20 અને નિકલ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.33.5 વધી રૂ.1,604.60 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.40 વધી રૂ.183ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 24,660 સોદાઓમાં કુલ રૂ.1,828.35 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,877ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,913 અને નીચામાં રૂ.5,827 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.48 ઘટી રૂ.5,835 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.10.40 ઘટી રૂ.365.20 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 2,881 સોદાઓમાં રૂ.383.10 કરોડનાં કામકાજ થયા હતા. રબર નવેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.19,462ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.20,185 અને નીચામાં રૂ.19,462 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.522 વધી રૂ.19,933ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,142.10ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1142.90 અને નીચામાં રૂ.1138.00 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2.80 ઘટી રૂ.1140.10 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.40 ઘટી રૂ.926.50 અને કોટન નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.120 વધી રૂ.31,930 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 15,348 સોદાઓમાં રૂ.2,013.08 કરોડનાં 4,227.084 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 57,823 સોદાઓમાં કુલ રૂ.2,108.00 કરોડનાં 332.314 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.241.57 કરોડનાં 11,285 ટન, જસતના વાયદાઓમાં રૂ.185.50 કરોડનાં 6,720 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,388.81 કરોડનાં 18,700.000 ટન, નિકલના વાયદાઓમાં રૂ.1,045.88 કરોડનાં 6,640.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.83.00 કરોડનાં 4,490 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,887 સોદાઓમાં રૂ.1,018.45 કરોડનાં 17,35,200 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 13,773 સોદાઓમાં રૂ.809.90 કરોડનાં 2,17,11,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,312 સોદાઓમાં રૂ.171.80 કરોડનાં 53550 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 356 સોદાઓમાં રૂ.16.17 કરોડનાં 173.16 ટન, રબરના વાયદાઓમાં 41 સોદાઓમાં રૂ.0.97 કરોડનાં 49 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,172 સોદાઓમાં રૂ.194.16 કરોડનાં 17,200 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,448.088 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 580.422 ટન, એલ્યુમિનિયમમાં 12,540 ટન, જસત વાયદામાં 9,170 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 15,817.500 ટન, નિકલ વાયદામાં 3,813.000 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 4,275 ટન, ક્રૂડ તેલમાં 4,59,300 બેરલ અને નેચરલ ગેસમાં 64,25,000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 138425 ગાંસડી, મેન્થા તેલમાં 364.68 ટન, રબરમાં 62 ટન, સીપીઓમાં 89,480 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 2,364 સોદાઓમાં રૂ.215.05 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,465 સોદાઓમાં રૂ.133.95 કરોડનાં 1,889 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 744 સોદાઓમાં રૂ.69.12 કરોડનાં 814 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,849 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 854 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,185ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,210 અને નીચામાં 14,128ના સ્તરને સ્પર્શી, 82 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 6 પોઈન્ટ ઘટી 14,137ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ડિસેમ્બર વાયદો 16,893ના સ્તરે ખૂલી, 232 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 175 પોઈન્ટ વધી 17,042ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 20,665 સોદાઓમાં રૂ.2,373.36 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.631.92 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.137.29 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,604.15 કરોડનાં કામકાજ થયાં હતાં.

નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

ક્રૂડ પામતેલમાં 27,260 ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સીમિત ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com