ક્રૂડ તેલ, કોટનમાં સાર્વત્રિક નરમાઈઃ સીપીઓ, મેન્થા તેલ, રબરમાં વૃદ્ધિઃ એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 357 પોઈન્ટ, બુલડેક્સ ફ્યુચર્સમાં 230 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 979 પોઈન્ટની મૂવમેન્ટ
વિક્લી માર્કેટ રિપોર્ટ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 12થી 18 નવેમ્બરના સપ્તાહ દરમિયાન 20,31,948 સોદાઓમાં કુલ રૂ.1,73,101.11 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં એકંદરે નરમાઈ હતી. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.157 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.995 ઘટી આવ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ ઢીલી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ઘટ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં સપ્તાહના અંતે ચાલુ સિઝનનાં ઉચ્ચતમ કામકાજ નોંધાયાં હતાં. સપ્તાહ દરમિયાન કોટનમાં 3,44,500 ગાંસડીના નોંધપાત્ર વોલ્યુમ સાથે વાયદાના ભાવ ગાંસડીદીઠ રૂ.970 તૂટી નીચામાં રૂ.30,780ને સ્પર્શ્યા હતા. સીપીઓમાં 1,01,840 ટનના વેપાર થયા હતા. સીપીઓ, રબર અને મેન્થા તેલ સુધરીને બંધ થયા હતા.
વિશ્વબજારમાં સપ્તાહના અંતે સોનાનો ભાવ 1 ઔંશદીઠ 1867 ડોલર અને ચાંદીનો ભાવ 1 ઔંશદીઠ 25.04 ડોલર આસપાસ બોલાયા હતા. સપ્તાહના અંતે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ 95.71ના સ્તરે પહોંચ્યો હતો. ઘરેલૂ હાજર બજારમાં અમદાવાદ ખાતે સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 99.50ના રૂ.50,700 અને 99.90ના રૂ.50,900 તેમ જ અમદાવાદ ખાતે હાજર ચાંદીનો ભાવ કિલોદીઠ રૂ.67,500 બોલાયા હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. મુંબઈ કરન્સી બજારમાં સપ્તાહના અંતે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.74.23 બોલાયા હતા.
ઘરેલૂ વાયદા બજારની વાત કરીએ તો, કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોના-ચાંદીમાં 8,86,115 સોદાઓમાં કુલ રૂ.50,827.35 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.49,104ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.49,610 અને નીચામાં રૂ.48,875 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.157 ઘટી રૂ.49,059ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.28 વધી રૂ.39,438 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.53 વધી રૂ.4,937ના ભાવે બંધ થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.66,800 ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.67,446 અને નીચામાં રૂ.65,571 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.995 ઘટી રૂ.65,970 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.902 ઘટી રૂ.66,141 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.928 ઘટી રૂ.66,127 બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર 4,38,219 સોદાઓમાં કુલ રૂ.35,687.82 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.6,025ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,091 અને નીચામાં રૂ.5,707 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.166 ઘટી રૂ.5,859 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.16.20 ઘટી રૂ.362.70 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર 18,923 સોદાઓમાં રૂ.2,261.91 કરોડનાં કામકાજ થયા હતા. એમસીએક્સ કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,784ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1784 અને નીચામાં રૂ.1707 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.24.50 ઘટી રૂ.1,740.50 બંધ થયો હતો. આ સામે રબર નવેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,944ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.18,500 અને નીચામાં રૂ.17,850 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.390 વધી રૂ.18,305ના ભાવે બંધ થયો હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,107.50ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1147 અને નીચામાં રૂ.1094.60 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.40 વધી રૂ.1144 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.50 વધી રૂ.935.90 અને એમસીએક્સ કોટન નવેમ્બર કોન્ટ્રેક્ટ સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.31,850ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.32,770 અને નીચામાં રૂ.30,780ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.970 ઘટી રૂ.31,510 બંધ થયો હતો.
કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 1,53,939 સોદાઓમાં રૂ.22,435.90 કરોડનાં 45,566.411 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 7,32,176 સોદાઓમાં કુલ રૂ.28,391.45 કરોડનાં 4,251.753 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 1,75,192 સોદાઓમાં રૂ.16,338.07 કરોડનાં 2,75,69,900 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 2,63,027 સોદાઓમાં રૂ.19,349.75 કરોડનાં 51,80,31,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 22 સોદાઓમાં રૂ.0.80 કરોડનાં 92 ટન અને કોટનના વાયદાઓમાં 10,729 સોદાઓમાં રૂ.1,093.11 કરોડનાં 344500 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 718 સોદાઓમાં રૂ.29.44 કરોડનાં 312.84 ટન, રબરના વાયદાઓમાં 149 સોદાઓમાં રૂ.2.88 કરોડનાં 158 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 7,305 સોદાઓમાં રૂ.1,135.68 કરોડનાં 1,01,840 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 15,385.750 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 499.880 ટન, ક્રૂડ તેલમાં 5,42,800 બેરલ અને નેચરલ ગેસમાં 81,83,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 96 ટન, કોટનમાં 123925 ગાંસડી, મેન્થા તેલમાં 382.68 ટન, રબરમાં 56 ટન, સીપીઓમાં 90,650 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર 25,144 સોદાઓમાં રૂ.2,180.43 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 11,550 સોદાઓમાં રૂ.937.58 કરોડનાં 12,691 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 10,256 સોદાઓમાં રૂ.980.03 કરોડનાં 11,852 લોટ્સ તેમ જ એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 3,338 સોદાઓમાં રૂ.262.82 કરોડનાં 3,424 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 1,290 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,451 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 249 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,763ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,900 અને નીચામાં 14,670ના સ્તરને સ્પર્શી, 230 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 79 પોઈન્ટ ઘટી 14,712ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ નવેમ્બર વાયદો 16,920ના સ્તરે ખૂલી, 979 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 600 પોઈન્ટ ઘટી 16,232ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે એનર્જી ઈન્ડેક્સનો ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 6,211ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં 6,298 અને નીચામાં 5,941 બોલાઈ, સપ્તાહ દરમિયાન 357 પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે 159 પોઈન્ટ ઘટી 6,054ના સ્તરે બંધ થયો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 5,15,055 સોદાઓમાં રૂ.54,973.95 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.7,428.57 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,330.83 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.46,203.66 કરોડનાં કામકાજ થયાં હતાં.
નૈમિષ ત્રિવેદી






