• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોનાના વાયદાના ભાવમાં રૂ.1,114 અને ચાંદીમાં રૂ. 4,917નો મન્થલી ધોરણે ઉછાળો

by P C KAPADIA
November 1, 2021
in Corporate
0
Share on FacebookShare on Twitter

ક્રૂડ તેલમાં તેજીનો માહોલઃ કોટનનો વાયદો રૂ.2,850ની વૃદ્ધિ સાથે ઊંચામાં ગાંસડીદીઠ રૂ.33,400 બોલાયોઃ મેટલડેક્સ ફ્યુચર્સમાં 2875 પોઈન્ટ, બુલડેક્સ ફ્યુચર્સમાં 818 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 797 પોઈન્ટની મૂવમેન્ટ

મંથલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1થી 29 ઓક્ટોબરના મહિના દરમિયાન 9,490,362 સોદાઓમાં કુલ રૂ.785,765.91 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીનો માહોલ હતો. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,114 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.4,917 ઊછળ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ પણ વધીને બંધ થઈ હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં વૃદ્ધિ સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)નો વાયદો ગાંસડીદીઠ રૂ.2,850 ઊછળી ઊંચામાં રૂ.33,400 બોલાયો હતો. ક્રૂડ પામતેલ (સીપીઓ), રબર, મેન્થા તેલ અને કપાસના વાયદાઓમાં સાર્વત્રિક સુધારો હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના નવેમ્બર વાયદામાં 818 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના નવેમ્બર વાયદામાં 2875 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સના નવેમ્બર વાયદામાં 797 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
સમીક્ષા હેઠળના મહિના દરમિયાન, કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 3,931,711 સોદાઓમાં કુલ રૂ.211,812.74 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ મહિનાના પ્રારંભે રૂ.46,507ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.48,299 અને નીચામાં રૂ.46,282ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.1,114 વધી રૂ.47,635ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.980 વધી રૂ.38,389 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.154 વધી રૂ.4,795ના ભાવે બંધ થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ મહિનાના પ્રારંભે રૂ.59,600 ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.66,752 અને નીચામાં રૂ.59,320ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.4,917 વધી રૂ.64,534ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4,872 વધી રૂ.64,725 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4,846 વધી રૂ.64,707ના સ્તરે બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ પર 755,069 સોદાઓમાં રૂ.142,687.16 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1 વધી રૂ.229.15 અને જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.32.90 વધી રૂ.285ના ભાવે બંધ થયો હતો. આ સામે તાંબુ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.62.20 વધી રૂ.760 અને નિકલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.156.1 વધી રૂ.1,540.60 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.3.60 વધી રૂ.185ના ભાવે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 2,629,393 સોદાઓમાં કુલ રૂ.235,007.98 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો મહિનાના પ્રારંભે રૂ.5,550ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,428 અને નીચામાં રૂ.5,504ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે 1 બેરલદીઠ રૂ.698 વધી રૂ.6,264 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.29.60 ઘટી રૂ.409ના સ્તરે બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 87,181 સોદાઓમાં રૂ.11,519.99 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ મહિનાના પ્રારંભે રૂ.1,516ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1815 અને નીચામાં રૂ.1505ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.287 વધી રૂ.1,803ના સ્તરે બંધ થયો હતો. આ સામે રબર ઓક્ટોબર વાયદો 100 કિલોદીઠ રૂ.16,875ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.17,550 અને નીચામાં રૂ.16,661ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.488 વધી રૂ.17,370ના ભાવે બંધ થયો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,134ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1194.40 અને નીચામાં રૂ.1091ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.6.10 વધી રૂ.1143.50ના સ્તરે બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.143.30 વધી રૂ.1073.60 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.2,850 વધી રૂ.30,990ના સ્તરે બંધ થયો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં એમસીએક્સ પર 695,535 સોદાઓમાં રૂ.93,847.23 કરોડનાં 198,004.266 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 3,236,176 સોદાઓમાં કુલ રૂ.117,965.51 કરોડનાં 18,586.253 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 282 સોદાઓમાં રૂ.10.85 કરોડનાં 1312 ટન અને કોટનના વાયદાઓમાં 36,043 સોદાઓમાં રૂ.3,434.24 કરોડનાં 1123650 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 4,309 સોદાઓમાં રૂ.176.27 કરોડનાં 1886.76 ટન, રબરના વાયદાઓમાં 586 સોદાઓમાં રૂ.10.44 કરોડનાં 606 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 45,961 સોદાઓમાં રૂ.7,888.19 કરોડનાં 697,710 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ મહિનાના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 16,017.423 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 613.747 ટન, ક્રૂડ તેલમાં 657,500 બેરલ અને નેચરલ ગેસમાં 6,455,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 140 ટન, કોટનમાં 150100 ગાંસડી, મેન્થા તેલમાં 396 ટન, રબરમાં 57 ટન, સીપીઓમાં 84,440 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર મહિના દરમિયાન 110,099 સોદાઓમાં રૂ.9,389.28 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 46,209 સોદાઓમાં રૂ.3,637.46 કરોડનાં 51,222 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 50,723 સોદાઓમાં રૂ.4,671.99 કરોડનાં 54,684 લોટ્સના વેપાર થયા હતા, જ્યારે એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 13,167 સોદાઓમાં રૂ.1,079.83 કરોડનાં 13,479 લોટ્સનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ મહિનાના અંતે બુલડેક્સ વાયદામાં 1,776 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,071 લોટ્સ તથા એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 150 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ નવેમ્બર વાયદો 13,756ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,574 અને નીચામાં 13,756ના સ્તરને સ્પર્શી, 818 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 528 પોઈન્ટ વધી 14,313ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ નવેમ્બર વાયદો 15,651ના સ્તરે ખૂલી, 2875 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 1319 પોઈન્ટ વધી 17,064ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સનો નવેમ્બર વાયદો મહિનાના પ્રારંભે 6,131ના સ્તરે ખૂલી, મહિના દરમિયાન ઊપરમાં 6,729 અને નીચામાં 5,932ના મથાળે અથડાઈ મહિના દરમિયાન 797 પોઈન્ટની મૂવમેન્ટ સાથે મહિનાના અંતે 301 પોઈન્ટ વધી 6,488ના સ્તરે બંધ થયો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, એમસીએક્સ પર કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 1,976,909 સોદાઓમાં રૂ.175,348.76 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.13,164.26 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,478.44 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.158,659.06 કરોડનાં કામકાજ થયાં હતાં.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં નરમાઈ

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com