• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 22, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ

by P C KAPADIA
November 17, 2022
in Corporate
0
Share on FacebookShare on Twitter

કોટનનો વાયદો ગાંસડીદીઠ રૂ.530 ગબડ્યોઃ મેન્થા તેલ પણ ઢીલુઃ નેચરલ ગેસમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 12975 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 10042 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ. 46 કરોડનાં કામકાજ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 3,14,611 સોદાઓમાં કુલ રૂ.23,063.01 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 12975.3 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 10041.95 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,55,948 સોદાઓમાં કુલ રૂ.7,440.19 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.52,950ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.52,993 અને નીચામાં રૂ.52,801 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.180 ઘટી રૂ.52,882ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.66 વધી રૂ.42,357 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.16 ઘટી રૂ.5,240ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.52,854ના ભાવે ખૂલી, રૂ.161 ઘટી રૂ.52,722ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,760ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,810 અને નીચામાં રૂ.60,919 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 812 ઘટી રૂ.61,185 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ. 732 ઘટી રૂ.61,430 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.703 ઘટી રૂ.61,444 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 12,716 સોદાઓમાં રૂ.1,942.63 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.15 ઘટી રૂ.207.30 અને જસત નવેમ્બર વાયદો રૂ.3.90 ઘટી રૂ.269ના ભાવ થયા હતા. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.85 ઘટી રૂ.685.30 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.80 ઘટી રૂ.182ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 43,766 સોદાઓમાં કુલ રૂ.3,544.76 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,973 અને નીચામાં રૂ.6,860 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.61 ઘટી રૂ.6,886 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.41.80 વધી રૂ.523.50 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 572 સોદાઓમાં રૂ.47.72 કરોડનાં કામકાજ થયા હતા. કોટન નવેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.32,950ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.33,300 અને નીચામાં રૂ.32,750 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.530 ઘટી રૂ.32,780ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.90 ઘટી રૂ.955.60 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,376.40 કરોડનાં 4,484.315 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.5,063.79 કરોડનાં 818.926 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.918.71 કરોડનાં 13,29,400 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.2,626 કરોડનાં 50471250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.43.29 કરોડનાં 13275 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.4.43 કરોડનાં 46.08 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,904.218 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 863.212 ટન, ક્રૂડ તેલમાં 887900 બેરલ અને નેચરલ ગેસમાં 10602500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 103175 ગાંસડી, મેન્થા તેલમાં 460.8 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.45.76 કરોડનાં 623 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,700ના સ્તરે ખૂલી, 80 પોઈન્ટ ઘટી 14,674ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.10,041.95 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,422.32 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.753.47 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,204.59 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,660.78 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 294.66 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.315.20 ખૂલી, ઊપરમાં રૂ.353 અને નીચામાં રૂ.311.30 રહી, અંતે રૂ.30.70 ઘટી રૂ.318.80 થયો હતો. જ્યારે નેચરલ ગેસ નવેમ્બર રૂ.500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.25 ખૂલી, ઊપરમાં રૂ.41.15 અને નીચામાં રૂ.25 રહી, અંતે રૂ.21.05 વધી રૂ.40.10 થયો હતો. સોનું નવેમ્બર રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.42 ખૂલી, ઊપરમાં રૂ.46.50 અને નીચામાં રૂ.28 રહી, અંતે રૂ.17.50 ઘટી રૂ.33.50 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.62,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.717 ખૂલી, ઊપરમાં રૂ.802.50 અને નીચામાં રૂ.491.50 રહી, અંતે રૂ.356 ઘટી રૂ.544.50 થયો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.62,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,040 ખૂલી, ઊપરમાં રૂ.1,040 અને નીચામાં રૂ.518 રહી, અંતે રૂ.355 ઘટી રૂ.557.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો નેચરલ ગેસ નવેમ્બર રૂ.500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.24.70 ખૂલી, ઊપરમાં રૂ.24.70 અને નીચામાં રૂ.16.60 રહી, અંતે રૂ.19.80 ઘટી રૂ.17.25 થયો હતો. જ્યારે સોનું નવેમ્બર રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.91 ખૂલી, ઊપરમાં રૂ.93 અને નીચામાં રૂ.61 રહી, અંતે રૂ.2.50 વધી રૂ.80.50 થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.190.80 ખૂલી, ઊપરમાં રૂ.211.50 અને નીચામાં રૂ.180.80 રહી, અંતે રૂ.11.80 વધી રૂ.203.50 થયો હતો. સોનું-મિની નવેમ્બર રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.65 ખૂલી, ઊપરમાં રૂ.65 અને નીચામાં રૂ.49 રહી, અંતે રૂ.5 વધી રૂ.58.50 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.62,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,050 ખૂલી, ઊપરમાં રૂ.1,475 અને નીચામાં રૂ.950 રહી, અંતે રૂ.464 વધી રૂ.1,338 થયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

સોનાના વાયદાના ભાવમાં રૂ.245 અને ચાંદીમાં રૂ.590નો કડાકોઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com