• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 14, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

વાયદા બજારમાં સોનામાં રૂ.349 અને ચાંદીમાં રૂ.261ની વૃદ્ધિઃ ક્રૂડ તેલ પણ વધ્યું

by P C KAPADIA
May 6, 2022
in Corporate
0
Share on FacebookShare on Twitter

નેચરલ ગેસ, કોટન, મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારોઃ રબરમાં નરમાઈઃ બુલડેક્સ વાયદામાં 101 પોઈન્ટની મૂવમેન્ટ

ડેઇલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,65,957 સોદાઓમાં કુલ રૂ.15,510.10 કરોડનં ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના મે વાયદામાં 101 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 56,563 સોદાઓમાં કુલ રૂ.3,595.40 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,936ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,330 અને નીચામાં રૂ.50,905 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.349 વધી રૂ.51,248ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.176 વધી રૂ.41,070 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.24 વધી રૂ.5,116ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,953ના ભાવે ખૂલી, રૂ.315 વધી રૂ.51,273ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.62,086ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,700 અને નીચામાં રૂ.62,085 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 261 વધી રૂ.62,597 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ. 200 વધી રૂ.62,884 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.187 વધી રૂ.62,890 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 6,505 સોદાઓમાં રૂ.1,134.20 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ મે વાયદો 1 કિલોદીઠ રૂ.1.85 ઘટી રૂ.242.10 અને જસત મે વાયદો રૂ.3.50 ઘટી રૂ.327ના ભાવ થયા હતા. આ સામે તાંબુ મે કોન્ટ્રેક્ટ રૂ.1.70 વધી રૂ.763.85 અને નિકલ જૂન કોન્ટ્રેક્ટ રૂ.99.5 ઘટી રૂ.2,400 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.45 ઘટી રૂ.184ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 45,500 સોદાઓમાં કુલ રૂ.4,510.97 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,379ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,528 અને નીચામાં રૂ.8,313 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.228 વધી રૂ.8,493 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.18.80 વધી રૂ.684.80 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 821 સોદાઓમાં રૂ.82.19 કરોડનાં કામકાજ થયા હતા. કોટન મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.46,380ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.46,830 અને નીચામાં રૂ.45,860 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.220 વધી રૂ.46,760ના સ્તરે પહોંચ્યો હતો. રબર મે કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,132ના ભાવે ખૂલી, રૂ.55 ઘટી રૂ.17212 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10.10 વધી રૂ.1086.60 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 11,193 સોદાઓમાં રૂ.2,100.73 કરોડનાં 4,107.631 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 45,370 સોદાઓમાં કુલ રૂ.1,494.67 કરોડનાં 238.409 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 20,272 સોદાઓમાં રૂ.1,895.38 કરોડનાં 22,52,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 25,228 સોદાઓમાં રૂ.2,616 કરોડનાં 38437500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 544 સોદાઓમાં રૂ.69.82 કરોડનાં 15050 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 272 સોદાઓમાં રૂ.12.28 કરોડનાં 112.68 ટન, રબરના વાયદાઓમાં 5 સોદાઓમાં રૂ.0.09 કરોડનાં 5 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,052.882 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 722.931 ટન, ક્રૂડ તેલમાં 966800 બેરલ અને નેચરલ ગેસમાં 12646250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 99450 ગાંસડી, મેન્થા તેલમાં 480.6 ટન, રબરમાં 6 ટન ના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં 500 સોદાઓમાં રૂ.39.38 કરોડનાં 540 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,090 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ મે વાયદો 14,535ના સ્તરે ખૂલી, 101 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 69 પોઈન્ટ વધી 14,605ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 56068 સોદાઓમાં રૂ.6,147.96 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.489.82 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.26.83 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,698.96 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.931.45 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 180.29 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું-મિની મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.360 ખૂલી, ઊપરમાં રૂ.405 અને નીચામાં રૂ.321 રહી, અંતે રૂ.55 વધી રૂ.401 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ મે રૂ.8,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.261 ખૂલી, ઊપરમાં રૂ.369.60 અને નીચામાં રૂ.257.40 રહી, અંતે રૂ.113.40 વધી રૂ.350.60 થયો હતો. નેચરલ ગેસ મે રૂ.700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.42 ખૂલી, ઊપરમાં રૂ.54.80 અને નીચામાં રૂ.39.45 રહી, અંતે રૂ.12.60 વધી રૂ.51.20 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું-મિની મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.1,308 ખૂલી, ઊપરમાં રૂ.1,334 અને નીચામાં રૂ.1,056 રહી, અંતે રૂ.208 ઘટી રૂ.1,110.50 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ મે રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.200 ખૂલી, ઊપરમાં રૂ.201.30 અને નીચામાં રૂ.155 રહી, અંતે રૂ.52.70 ઘટી રૂ.164 થયો હતો. નેચરલ ગેસ મે રૂ.600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.22 ખૂલી, ઊપરમાં રૂ.24.45 અને નીચામાં રૂ.19.10 રહી, અંતે રૂ.2.40 ઘટી રૂ.21.30 થયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
મીરા-ભાયંદરમાં મારુતિ સુઝુકીના ભવ્ય શોરૂમનુ થયું ઉદઘાટન

મીરા-ભાયંદરમાં મારુતિ સુઝુકીના ભવ્ય શોરૂમનુ થયું ઉદઘાટન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com