ભારતીય ફૂટબોલ માટે એક ગર્વની ક્ષણ સર્જાઈ, જ્યારે આંતરરાષ્ટ્રીય દિગ્ગજ લિઓનેલ મેસીએ ભારતીય ડિફેન્ડર આશુતોષ મહેતાને મળ્યા અને હાથ મિલાવ્યો. મુંબઈના આશુતોષ માટે આ માત્ર એક મુલાકાત નહીં, પરંતુ વર્ષોની મહેનત, સંઘર્ષ અને સમર્પણનું સન્માન હતું.
આશુતોષ મહેતાની ખેલજગતની સફર બહુ સામાન્ય રીતે શરૂ થઈ હતી. 10–12 વર્ષની ઉંમરે શરૂઆતમાં ક્રિકેટમાં રસ ધરાવતો આશુતોષ થોડા જ સમયમાં ફૂટબોલ તરફ આકર્ષાયો. સતત પ્રેક્ટિસ, ફિટનેસ, સ્ટેમિના અને કડક ડાયટ—આ બધું તેણે નાનપણથી જ જીવનનો ભાગ બનાવી લીધો. કોચે પ્રથમ જ નજરે તેની ડ્રિબલિંગ અને બોલ કંટ્રોલ જોઈને કહી દીધું હતું, આ છોકરાને ફૂટબોલ રમવાજ જ સર્જાયો છે.

સ્કૂલ અને બાદમાં ઠાકુર કૉલેજમાંથી આશુતોષની પ્રગતિ શરૂ થઈ. રાજ્ય અને મુંબઈ માટે રમ્યા બાદ તેણે આઈ-લીગમાં પોતાની કાબેલિયત દર્શાવી. ખાલિદ જમીલ જેવા અનુભવી કોચના માર્ગદર્શન હેઠળ તેની કારકિર્દીને નવી દિશા મળી. નોર્થ ઈસ્ટની હમ્ઝવાલ જેવી નાની ટીમ સાથે આઈ-લીગ જીતવી આશુતોષના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બન્યો—ડાર્ક હોર્સ બનીને ભારતીય ફૂટબોલમાં ઇતિહાસ રચ્યો.
ડિફેન્ડર તરીકે ઓળખાતા આશુતોષ યૂટિલિટી પ્લેયર — એચલો કે કોઈ પણ પોઝિશનમાં જવાબદારી નિભાવવાની ક્ષમતા ધરાવતો ખેલાડી. ઇજાઓ અને ઓપરેશન બાદ પણ તેની હિંમત હાર્યો નહીં. મોહન બાગાન, મુંબઈ એફસી, નોર્થ ઈસ્ટ અને જમશેદપુર જેવી ટીમો સાથે રમતાં તેણે પોતાની આગવી ઓળખ બનાવી અને ભારત માટે પણ પ્રતિનિધિત્વ કર્યું.
મુંબઈમાં મેસી સાથે થયેલી મુલાકાત આશુતોષ માટે કારકિર્દીની સૌથી યાદગાર ક્ષણ બની—જ્યાં વિશ્વના શ્રેષ્ઠ ખેલાડી સાથે દિલથી થયેલ શેક હેન્ડ, તેની મહેનતનું મૌન પ્રમાણ બની રહી.






