• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 14, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

ક્રૂડ તેલનો વાયદો રૂ.124 વધી રૂ.7,157ના સ્તરને સ્પર્શ્યોઃ નેચરલ ગેસમાં પણ વૃદ્ધિ

by P C KAPADIA
February 14, 2022
in Corporate, Uncategorized
0
Share on FacebookShare on Twitter

સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીનો સંચારઃ કોટન, રબરમાં સાર્વત્રિક નરમાઈનો માહોલઃ કપાસ, મેન્થા તેલ સુધર્યાઃ બુલડેક્સ વાયદામાં 201 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 280 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 96 પોઈન્ટની મૂવમેન્ટ

ડેઇલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,04,173 સોદાઓમાં કુલ રૂ.18,189.40 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 201 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 280 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના માર્ચ વાયદામાં 96 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 70,948 સોદાઓમાં કુલ રૂ.4,272.94 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.49,450ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.49,710 અને નીચામાં રૂ.49,443 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.513 વધી રૂ.49,627ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.386 વધી રૂ.39,574 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.45 વધી રૂ.4,913ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.49,180ના ભાવે ખૂલી, રૂ.522 વધી રૂ.49,546ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,172 અને નીચામાં રૂ.63,100 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 865 વધી રૂ.63,853 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 859 વધી રૂ.64,028 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.861 વધી રૂ.64,036 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 38,185 સોદાઓમાં કુલ રૂ.3,109.39 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,949ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,157 અને નીચામાં રૂ.6,949 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.124 વધી રૂ.7,045 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.19.10 વધી રૂ.314.40 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,181 સોદાઓમાં રૂ.154.10 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.2,055 બોલાઈ રહ્યો હતો. કોટન ફેબ્રુઆરી વાયદો 1 ગાંસડીદીઠ રૂ.38,330ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.38,630 અને નીચામાં રૂ.38,110 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.270 ઘટી રૂ.38,210ના સ્તરે પહોંચ્યો હતો. રબર ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,168ના ભાવે ખૂલી, રૂ.187 ઘટી રૂ.16292 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.20 વધી રૂ.960 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 13,350 સોદાઓમાં રૂ.2,102.49 કરોડનાં 4,240.348 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 57,598 સોદાઓમાં કુલ રૂ.2,170.45 કરોડનાં 338.566 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 18,384 સોદાઓમાં રૂ.2,001.71 કરોડનાં 28,41,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 19,801 સોદાઓમાં રૂ.1,108 કરોડનાં 35545000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,141 સોદાઓમાં રૂ.152.61 કરોડનાં 39650 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 25 સોદાઓમાં રૂ.0.90 કરોડનાં 9.36 ટન, રબરના વાયદાઓમાં 10 સોદાઓમાં રૂ.0.16 કરોડનાં 10 ટનના વેપાર થયા હતા.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 2412 સોદાઓમાં રૂ.229.63 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 740 સોદાઓમાં રૂ.62.98 કરોડનાં 868 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,472 સોદાઓમાં રૂ.148.06 કરોડનાં 1,574 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 200 સોદાઓમાં રૂ.18.59 કરોડનાં 217 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,000 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,270 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 191 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ માર્ચ વાયદો 6,876ના સ્તરે ખૂલી, ઊપરમાં 6,881 અને નીચામાં 6,785ના સ્તરને સ્પર્શી, 96 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 193 પોઈન્ટ વધી 6,840ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 14,360ના સ્તરે ખૂલી, 201 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 163 પોઈન્ટ વધી 14,527ના સ્તરે અને મેટલડેક્સફેબ્રુઆરી વાયદો 18,769ના સ્તરે ખૂલી, 280 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 54 પોઈન્ટ વધી 18711 ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 77224 સોદાઓમાં રૂ.7,537.51 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.412.08 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.166.39 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,601.69 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.357.15 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 113.36 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.7,100ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.56.90 ખૂલી, ઊપરમાં રૂ.175 અને નીચામાં રૂ.56.90 રહી, અંતે રૂ.64.90 વધી રૂ.117.50 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.471 ખૂલી, ઊપરમાં રૂ.596.50 અને નીચામાં રૂ.444 રહી, અંતે રૂ.238 વધી રૂ.563 થયો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.12.50 ખૂલી, ઊપરમાં રૂ.22.80 અને નીચામાં રૂ.12 રહી, અંતે રૂ.11.45 વધી રૂ.22.45 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.84 ખૂલી, ઊપરમાં રૂ.135 અને નીચામાં રૂ.53.10 રહી, અંતે રૂ.48.60 ઘટી રૂ.117 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.226 ખૂલી, ઊપરમાં રૂ.231 અને નીચામાં રૂ.195 રહી, અંતે રૂ.93 ઘટી રૂ.210.50 થયો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.10 ખૂલી, ઊપરમાં રૂ.11.10 અને નીચામાં રૂ.5 રહી, અંતે રૂ.7.55 ઘટી રૂ.8.15 થયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

દાઉદ અને એના સાગરીતોને ત્યાં ઈડીના દરોડા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com