Table of Contents
હંસરાજ કનોજિયાને અધ્યક્ષ તો મયુર પરીખને મહાસચિવ બનાવાયા
નેશનલ યુનિયન ઑફ જર્નલિસ્ટસ, ઇન્ડિયા સાથે સંલગ્ન મહારાષ્ટ્ર એકમની એક બેઠક તાજેતરમાં મુંબઈ ખાતે યોજાઇ હતી. ખાસ દિલ્હીથી આવેલા એનયુજે-આઈના ઉપાધ્યક્ષ અને નિરીક્ષક શિવેન્દ્ર કુમારની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં નવી કારોબારીની જાહેરાત કરવામાં આવી હતી. એ સાથે ભાવિ કાર્યક્રમોની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી હતી.
નવી કારોબારીમાં મુંબઈ એકમના અધ્યક્ષ પદે હંસરાજ કનોજિયા (તરુણ મિત્ર), મહાસચિવ મયુર પરીખ (ન્યૂઝ કંટીન્યૂઝ) અને ખજાનચી તરીકે વસુધા ધોવલે (ખબરે આજતક)ની પસંદગી કરવામાં આવી હતી.
જ્યારે ત્રણ ઉપાધ્યક્ષ પદે બાબા લોંઢે, સંજના ભારતી ગાંધી (પુણે), અજિત સિંહ મટ્ટાની નિયુક્તિ કરવામાં આવી હતી. જે ચાર સેક્રેટરીને કારોબારીમાં લેવામાં આવ્યા છે એમાં પી સી કાપડિયા (ફિલ્મી એક્શન – છાપું ડૉટ કૉમ), શર્વરી એ જોશી (ફ્રીલાન્સ જર્નલિસ્ટ), રાજ પાંડે (સીઈએન ન્યૂઝ), મનીષ શેઠ (જનસત્તા લોક્સત્તા)નો સમાવેશ થાય છે.
જ્યારે ઑફિસ સેક્રેટરીની જવાબદારી દિનેશ સાવલિયા (ગુજરાતી મિડ ડે) અને સુનિલ નિકમ (નાશિક)ને સોંપવામાં આવી છે. તો મીડિયા સેલ ઈમ્તિયાઝ અઝીમ (સહારા ટીવી) તથા જીજ્ઞા દત્તા (ઝી ૫) સંભાળશે.
આ સિવાય કારોબારીના આઠ સભ્યોમાં શાંત કુમાર (ટાઈમ્સ ઑફ ઈન્ડિયા), શાદાબ ખાન (મિડ ડે અંગ્રેજી), સતીશ સોની (જીએસટીવી ન્યૂઝ ચેનલ), મનીષ ગુપ્તા (દૈનિક ભાસ્કર), વિજય ગોહિલ (ફ્રી પ્રેસ જર્નલ), અર્જુન કાંબલે (સામના હિન્દી), વિજય બાટે (સકાલ), સુષમા પાટિલ (સકાલ પુણે), ઈમ્તિયાઝ શેખ (ઉર્દૂ ટાઈમ્સ), રમાકાંત મુંડે (બોલિવૂડ ન્યૂઝ), પરેશ બી મહેતા (ફિલ્મી ટાઉન), વિરલ વ્યાસ (જન્મભૂમિ ગુજરાતી દૈનિક), અલ્પેશ વિજય મ્હાત્રે (દૈનિક પ્રહાર)નો સમાવેશ થાય છે.