હોમિયોપથીના ક્ષેત્રમાં સરાહનીય કાર્ય કરનારા ડૉ. અમરસિંહ દત્તાત્રેય નિકમે સમગ્ર મહારાષ્ટ્રમાં એક ખાસ ઓળખ બનાવી છે. રવિવાર, તા. 25 જુલાઈ 2021ના ગુરુ પૂર્ણિમા અને સ્વામિ હોમિયોપથિક હોસ્પિટલ, અહમદનગરની ત્રીજી વર્ષગાંઠના અવસરે અહમદનગરમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું, જે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. જેમાં ટીમ મિશન હોમિયોપથીના ગુરુ ડૉ. અમરસિંહ દત્તાત્રય નિકમને છેલ્લા છવીસ વરસથી આદિત્ય હોમિયોપથી હોસ્પિટલ એન્ડ હીલિંગ સેન્ટરના માધ્યમથી હોમિયોપથીના ક્ષેત્રમાં એના ઉત્કૃષ્ટ કાર્ય અને અસાધ્ય રોગોની સારવાર તથા રોગીઓની દેખભાળ માટે હોમિયોપથી હોસ્પિટલના જનકની ઉપાધિથી સન્માનિત કરાયા હતા.
એશિયામાં પહેલી હોમિયોપથિક હોસ્પિટલ 1995માં ડૉ. અમરસિંહ નિકમ દ્વારા સ્થાપવામાં આવી હતી. હોમિયોપથીના માધ્યમ થકી ગ્રોસ પેથોલૉજીકલ કેસને સફળતાપૂર્વક સાજા કરવામાં આવ્યા. ગંભીર હૃદયરોગ, બ્રેન ટ્યુમર, લીવર ફેલિયર, લકવો, ન્યૂમોનિયા, એક્યુટ અને ક્રોનિક ડિઝીસ જેવી બિમારી તેમના દ્વારા લખાયેલા થર્મલ, મિશન, વાઇટલ ફોર્સ-30 પોટેન્સી વગેરે પુસ્તકમાં તેમની સારવાર, લક્ષણ અને અનુભવ અને અન્ય બાબતોને જણાવવામાં આવી છે, જે આવનારા ડૉક્ટર્સને માર્ગદર્શન આપે છે. તેઓ હોસ્પિટલ ચલાવવાની રીતોની સાથે સેમિનાર, વ્યાખ્યાન, વર્કશોપના માધ્યમથી મહામારી જેવી ગંભીર પરિસ્થિતિમાં હોમિયોપથીનો ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપે છે. નિકમની આદિત્ય હોસ્પિટલ દેશભરની સાથે વિદેશોથી પણ હોમિયોપેથિક ડૉક્ટર ભણવા આવે છે.
હોમિયોપથીના વિજ્ઞાનના જનક જર્મનનીના ડૉ. સેમ્યુઅલ હેનિમેન છે, પણ હેનિમેનના તમામ સિદ્ધાંતોનું યોગ્ય રીતે પાલન કરવાની સાથે, 14 વરસના ઓપીડી અભ્યાસ બાદ ડૉ. નિકમે 1995માં પુણેના પિંપરીમાં ચાર બેડની હોમિયોપથિક હોસ્પિટલ શરૂ કરી હતી, અને છેલ્લા 5-6 વરસમાં એનું વિસ્તરણ 100 બેડની હોસ્પિટલમાં કરવામાં આવ્યું. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રિય પ્રધાન શ્રીપાદ યેશો નાઈક, ડૉ. ડી. વાય પાટિલ ઉપસ્થિત હતા. છેલ્લા 40 વરસમાં ડૉ. નિકમ સરે અનેક દરદીઓની જૂની બિમારી દૂર કરી સ્વસ્થ જીવન બક્ષ્યું છે. તેમને એમના કાર્યા માટે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરાયા છે. પરંતુ અત્યાર સુધી તેમને હોમિયોપથી હોસ્પિટલના પિતાની ઉપાધિ મળી નહોતી અને એટલા માટે તેમના વિદ્યાર્થીઓએ ટીમ મિશન હોમિયોપથીના માધ્યમ દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી.
આ કાર્યક્રમમાં હોમિયોપથીના વિદ્યાર્થીઓ માટે ડૉ. નિકમે તેમના અનુભવો જણાવવાની સાથે તેમનું માર્ગદર્શન કર્યું હતું. જેથી તેઓ તેમના અનુભવનો તેમના કામ અને સારવાર દરમિયાન ઉપયોગમાં લઈ શકે અને લોકોનો સારી રીતે ઇલાજ કરી શકે. આ કાર્યક્રમમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ તેમના અનુભવનો લાભ લીધો. આ કાર્યક્રમના અવસરે અહમદનગરના ડૉ. સાઈનાથ ચિતા, કોપરગાંવના ડૉ. શીતલ કુમાર સોનાવણે, નાસિકના ડૉ. મુકેશ મુસળે અને પુણેના ડૉ. સૌ. રાખી મુનોત વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ. સંકેત લાંડે, ડૉ. અનિલ નવધર, ડૉ. રૂપેશ સોનવણે, ડૉ. ગણેશ વાઘચૈરે અને ડૉ. ગણપત જાધવે પુષ્કળ મહેનત કરવાની સાથે પૂરો સહયોગ આપ્યો. કાર્યક્રમનું સંચાલન ડૉ. નીલેશ જંગલે અને ડૉ. સુહાસિની ચવ્હાણે કર્યું હતું. જ્યારે ડૉ. સુનીતા અને ડૉ. રૂપાલી જંગલેએ ઉપસ્થિત અતિથિઓનો આભાર માન્યો હતો.
Comments 1