• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Monday, July 20, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

ક્રૂડ પામતેલમાં 24,290 ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ

by P C KAPADIA
November 9, 2021
in Corporate
0
Share on FacebookShare on Twitter

સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક વૃદ્ધિઃ કોટનના વાયદામાં ગાંસડીદીઠ રૂ.350 તૂટ્યાઃ કપાસ, રબરમાં સુધારોઃ મેન્થા તેલ ઢીલુઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 48 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 217 પોઈન્ટની મૂવમેન્ટ

ડેઈલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,08,449 સોદાઓમાં કુલ રૂ.10,007.99 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના નવેમ્બર વાયદામાં 48 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના નવેમ્બર વાયદામાં 217 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 40,085 સોદાઓમાં કુલ રૂ.2,946.11 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,015ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,142 અને નીચામાં રૂ.47,976 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.100 વધી રૂ.48,118ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.39 વધી રૂ.38,582 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.7 વધી રૂ.4,792ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.64,877 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,996 અને નીચામાં રૂ.64,643 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.40 વધી રૂ.64,921 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.56 વધી રૂ.65,080 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.48 વધી રૂ.65,075 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 11,734 સોદાઓમાં રૂ.2,172.50 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.75 વધી રૂ.208.30 અને જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.95 વધી રૂ.280ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.55 વધી રૂ.742.95 અને નિકલ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.7.3 વધી રૂ.1,516.20 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.95 વધી રૂ.189ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 24,116 સોદાઓમાં કુલ રૂ.1,942.89 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,053ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,136 અને નીચામાં રૂ.6,053 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.40 વધી રૂ.6,098 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.12 ઘટી રૂ.398.70 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 3,714 સોદાઓમાં રૂ.446.65 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,772ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1772 અને નીચામાં રૂ.1750 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.4 વધી રૂ.1,761 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર નવેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,988ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,038 અને નીચામાં રૂ.17,910 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.23 વધી રૂ.17,991ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,105ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1106.50 અને નીચામાં રૂ.1082.10 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.15 ઘટી રૂ.1093.60 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.10 ઘટી રૂ.932.30 અને કોટન નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.350 ઘટી રૂ.32,300 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 8,806 સોદાઓમાં રૂ.1,692.04 કરોડનાં 3,518.532 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 31,279 સોદાઓમાં કુલ રૂ.1,254.07 કરોડનાં 193.017 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.216.38 કરોડનાં 10,450 ટન, જસતના વાયદાઓમાં રૂ.172.23 કરોડનાં 6,195 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,136.75 કરોડનાં 15,357.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.547.17 કરોડનાં 3,619.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.99.97 કરોડનાં 5,320 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,741 સોદાઓમાં રૂ.954.22 કરોડનાં 15,66,300 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 13,375 સોદાઓમાં રૂ.988.67 કરોડનાં 2,46,72,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 3 સોદાઓમાં રૂ.0.14 કરોડનાં 16 ટન અને કોટનના વાયદાઓમાં 1,793 સોદાઓમાં રૂ.177.26 કરોડનાં 55050 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 120 સોદાઓમાં રૂ.4.52 કરોડનાં 48.6 ટન, રબરના વાયદાઓમાં 34 સોદાઓમાં રૂ.0.65 કરોડનાં 36 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,764 સોદાઓમાં રૂ.264.08 કરોડનાં 24,290 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 14,815.091 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 607.710 ટન, એલ્યુમિનિયમમાં 18,745 ટન, જસત વાયદામાં 6,935 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 13,297.500 ટન, નિકલ વાયદામાં 2,304 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 4,510 ટન, ક્રૂડ તેલમાં 6,97,500 બેરલ અને નેચરલ ગેસમાં 83,32,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 112 ટન, કોટનમાં 136500 ગાંસડી, મેન્થા તેલમાં 379.08 ટન, રબરમાં 76 ટન, સીપીઓમાં 72,580 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,489 સોદાઓમાં રૂ.124.77 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 547 સોદાઓમાં રૂ.41.24 કરોડનાં 572 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 720 સોદાઓમાં રૂ.64.65 કરોડનાં 771 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,541 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,076 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,395ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,443 અને નીચામાં 14,395ના સ્તરને સ્પર્શી, 48 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 20 પોઈન્ટ વધી 14,432ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ નવેમ્બર વાયદો 16,713ના સ્તરે ખૂલી, 217 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 93 પોઈન્ટ વધી 16,834ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 27,311 સોદાઓમાં રૂ.2,375.07 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.199.18 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.31.05 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,142.94 કરોડનાં કામકાજ થયાં હતાં.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં નરમાઈ સાથે થયો

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com