• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

ક્રૂડ તેલનો વાયદો રૂ.212ના ઉછાળા સાથે રૂ.6,853ના સ્તરેઃ સોના-ચાંદીમાં સામસામા રાહ

by P C KAPADIA
February 4, 2022
in Corporate
0
Share on FacebookShare on Twitter

કપાસ, કોટન, મેન્થા તેલ સુધર્યાઃ રબરમાં ઘટાડોઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 59 પોઈન્ટ, મેટલડેક્સ ફ્યુચર્સમાં 88 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સમાં 136 પોઈન્ટની મૂવમેન્ટ

ડેઇલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,48,753 સોદાઓમાં કુલ રૂ.12,531.29 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 59 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 88 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 136 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 42,819 સોદાઓમાં કુલ રૂ.2,524.65 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,025 અને નીચામાં રૂ.47,000 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.177 ઘટી રૂ.47,672ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.119 વધી રૂ.38,589 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.11 વધી રૂ.4,801ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,070 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,250 અને નીચામાં રૂ.60,927 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.366 વધી રૂ.61,098 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.354 વધી રૂ.61,414 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.357 વધી રૂ.61,416 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 9,179 સોદાઓમાં રૂ.1,878.91 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.20 વધી રૂ.245.35 અને જસત ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.20 વધી રૂ.299ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.10 વધી રૂ.754.05 અને નિકલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.4.2 વધી રૂ.1,734.90 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.184ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 44,535 સોદાઓમાં કુલ રૂ.3,545.95 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,714ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,877 અને નીચામાં રૂ.6,714 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.212 વધી રૂ.6,853 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.60 વધી રૂ.369.90 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 719 સોદાઓમાં રૂ.85.17 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.2,035ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.2035 અને નીચામાં રૂ.2020 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.31.50 વધી રૂ.2,027.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ફેબ્રુઆરી વાયદો 100 કિલોદીઠ રૂ.16,600ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,850 અને નીચામાં રૂ.16,600 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.66 ઘટી રૂ.16,741ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.70 વધી રૂ.974.80 અને કોટન ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.320 વધી રૂ.37,710 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 6,963 સોદાઓમાં રૂ.1,220.71 કરોડનાં 2,542.037 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 35,856 સોદાઓમાં કુલ રૂ.1,303.94 કરોડનાં 212.761 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.202.53 કરોડનાં 8,265 ટન, જસતના વાયદાઓમાં રૂ.136.42 કરોડનાં 4,570 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.735.96 કરોડનાં 9,730 ટન, નિકલના વાયદાઓમાં રૂ.750.77 કરોડનાં 4,327.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.53.23 કરોડનાં 2,900 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 17,844 સોદાઓમાં રૂ.1,800.82 કરોડનાં 26,49,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 26,691 સોદાઓમાં રૂ.1,745.13 કરોડનાં 4,72,16,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ.0.08 કરોડનાં 8 ટન અને કોટનના વાયદાઓમાં 642 સોદાઓમાં રૂ.82.43 કરોડનાં 21825 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 63 સોદાઓમાં રૂ.2.46 કરોડનાં 25.2 ટન, રબરના વાયદાઓમાં 12 સોદાઓમાં રૂ.0.20 કરોડનાં 12 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,971.837 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 826.789 ટન, એલ્યુમિનિયમમાં 13,145 ટન, જસત વાયદામાં 6,890 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 9,870 ટન, નિકલ વાયદામાં 4,153.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 4,810 ટન, ક્રૂડ તેલમાં 16,58,700 બેરલ અને નેચરલ ગેસમાં 99,33,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 152 ટન, કોટનમાં 182500 ગાંસડી, મેન્થા તેલમાં 391.68 ટન, રબરમાં 66 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,566 સોદાઓમાં રૂ.138.68 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 520 સોદાઓમાં રૂ.38.52 કરોડનાં 549 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 763 સોદાઓમાં રૂ.74.95 કરોડનાં 819 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 283 સોદાઓમાં રૂ.25.21 કરોડનાં 284 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,737 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,157 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 331 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 14,013ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,066 અને નીચામાં 14,007ના સ્તરને સ્પર્શી, 59 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 47 પોઈન્ટ વધી 14,042ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ફેબ્રુઆરી વાયદો 18,299ના સ્તરે ખૂલી, 88 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 51 પોઈન્ટ વધી 18,289ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે એનર્જી ઈન્ડેક્સનો ફેબ્રુઆરી વાયદો 7,135ના સ્તરે ખૂલી, 136 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 154 પોઈન્ટ વધી 7,123ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 49,935 સોદાઓમાં રૂ.4,357.93 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.73.64 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.53.22 કરોડ અને એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,048 કરોડ તથા નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.182.87 કરોડનાં કામકાજ થયાં હતાં.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

ભારત રત્ન લતા મંગેશકરના નિધનના પગલે મુંબઇ મહાપાલિકા કાર્યાલય બંધ રહેશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com