સરકારી ઓફિસની સાથે સ્કૂલ કોલેજો પણ બંધ રહેશે
લતા મંગેશકરના નિધનને કારણે રાજ્ય સરકારે ૭ ફેબ્રુઆરી ૨૦૨૨ના રાજ્યભરમાં રજા જાહેર કરી હોવાથી મુંબઇ મહાપાલિકા પ્રશાસને પણ સોમવારે રજા જાહેર કરી છે.

આ અંગે રાજ્ય સરકારે બહાર પાડેલી અધિસુચનામાં જણાવ્યું છે કે આજે રવિવાર, તારીખ ૬ ફેબ્રુઆરી ૨૦૨૨ના ભારત રત્ન લતા મંગેશકરનું નિધન થયું છે. તેમનાં નિધનને કારણે સંગીત અને કલા જગતને ન પૂરાય એવી ખોટ પડી છે.
આ મહાન ગાયિકાને શ્રધ્ધાંજલિ આપવા માટે મહારાષ્ટ્ર સરકારે ખાસ અધિનિયમ હેઠળ સોમવારે રજા જાહેર કરી છે.
રાજ્ય સરકારના આદેશાનુસર ૭ ફેબ્રુઆરીએ સાર્વજનિક જાહેર રાજા હોવાનું પાલિકા પ્રશાસને જણાવ્યું હતું. આને કારણે અત્યાવશ્યક સેવાને બાદ કરતાં તમામ સરકારી, પાલિકા ઓફિસો, સ્કૂલો, કોલેજો વગેરે બંધ રહેશે.






