• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 21, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

ક્રૂડ તેલના વાયદાના ભાવમાં બેરલદીઠ રૂ.69નો ઘટાડોઃ નેચરલ ગેસ પણ ઢીલું

by P C KAPADIA
December 31, 2021
in Corporate
0
Share on FacebookShare on Twitter

સોનાના વાયદામાં રૂ.57 અને ચાંદીમાં રૂ.182ની વૃદ્ધિઃ કપાસ, કોટન, રબર, મેન્થા તેલમાં સાર્વત્રિક સુધારોઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 50 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 116 પોઈન્ટની મૂવમેન્ટ

ડેઇલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 95,191 સોદાઓમાં કુલ રૂ.7,636.43 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જાન્યુઆરી વાયદામાં 50 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જાન્યુઆરી વાયદામાં 116 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 31,709 સોદાઓમાં કુલ રૂ.1,956.99 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,946ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,974 અને નીચામાં રૂ.47,795 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.57 વધી રૂ.47,942ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.29 વધી રૂ.38,534 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.6 વધી રૂ.4,792ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.62,400 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,400 અને નીચામાં રૂ.62,115 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.182 વધી રૂ.62,342 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.176 વધી રૂ.62,599 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.162 વધી રૂ.62,600 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 7,529 સોદાઓમાં રૂ.1,469 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.40 ઘટી રૂ.225.20 અને જસત જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.70 ઘટી રૂ.287ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.3.20 વધી રૂ.745.85 અને નિકલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.9.4 વધી રૂ.1,569.60 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.186ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 29,803 સોદાઓમાં કુલ રૂ.1,990.54 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,706ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,725 અને નીચામાં રૂ.5,657 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.69 ઘટી રૂ.5,666 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.60 ઘટી રૂ.274.40 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 1,576 સોદાઓમાં રૂ.149.98 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,922ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1950 અને નીચામાં રૂ.1922 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.22.50 વધી રૂ.1,945.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જાન્યુઆરી વાયદો 100 કિલોદીઠ રૂ.16,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,936 અને નીચામાં રૂ.16,800 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.22 વધી રૂ.16,883ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.13.60 વધી રૂ.1005.70 અને કોટન જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.80 વધી રૂ.34,180 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 7,215 સોદાઓમાં રૂ.1,105.72 કરોડનાં 2,307.633 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 24,494 સોદાઓમાં કુલ રૂ.851.27 કરોડનાં 136.377 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.117.53 કરોડનાં 5,225 ટન, જસતના વાયદાઓમાં રૂ.273.98 કરોડનાં 9,575 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.555.97 કરોડનાં 7,467.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.484.79 કરોડનાં 3,100.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.36.73 કરોડનાં 1,975 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 11,487 સોદાઓમાં રૂ.1,078.75 કરોડનાં 18,95,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 18,316 સોદાઓમાં રૂ.911.79 કરોડનાં 3,36,33,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 18 સોદાઓમાં રૂ.0.97 કરોડનાં 100 ટન અને કોટનના વાયદાઓમાં 1,218 સોદાઓમાં રૂ.131.35 કરોડનાં 38475 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 311 સોદાઓમાં રૂ.13.34 કરોડનાં 133.56 ટન, રબરના વાયદાઓમાં 10 સોદાઓમાં રૂ.0.17 કરોડનાં 10 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 19 સોદાઓમાં રૂ.4.15 કરોડનાં 380 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 14,270.049 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 599.557 ટન, એલ્યુમિનિયમમાં 12,355 ટન, જસત વાયદામાં 9,090 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 10,537.500 ટન, નિકલ વાયદામાં 3,547.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 2,870 ટન, ક્રૂડ તેલમાં 8,82,000 બેરલ અને નેચરલ ગેસમાં 1,92,23,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 156 ટન, કોટનમાં 180925 ગાંસડી, મેન્થા તેલમાં 358.92 ટન, રબરમાં 75 ટન, સીપીઓમાં 70,980 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,088 સોદાઓમાં રૂ.91.57 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 394 સોદાઓમાં રૂ.29 કરોડનાં 411 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 557 સોદાઓમાં રૂ.52.44 કરોડનાં 608 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,713 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,056 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 14,124ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,130 અને નીચામાં 14,080ના સ્તરને સ્પર્શી, 50 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 25 પોઈન્ટ વધી 14,125ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જાન્યુઆરી વાયદો 17,218ના સ્તરે ખૂલી, 116 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 49 પોઈન્ટ વધી 17,291ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 23,486 સોદાઓમાં રૂ.1,978.35 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.186.43 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.12.50 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,775.80 કરોડનાં કામકાજ થયાં હતાં.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિવિધ સ્થળે જઈ નિર્માણાધિન નેશનલ હાઇવેના કામકાજનું નિરીક્ષણ કર્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com