મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ રાજકોટ હાઇવેના છ લેન કરવાના કાર્યોનું લીંબડી બગોદરા વચ્ચે તેમજ બગોદરા તારાપુર હાઇવેના છ લેન અંર્તગત અરણેજ નજીકના બ્રિજના નિર્માણકાર્યની પ્રગતિનું પણ નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યપ્રધાન આ સમગ્ર રૂટ પર રોડ માર્ગે ફર્યા હતા અને જુદી જુદી સાઈટ પર પ્રત્યક્ષ જઈ કામની ગુણવત્તા, ઉપયોગમાં લેવાતા મટીરીયલ અંગેની જાણકારી પણ મેળવી હતી.
તેમણે બગોદરા માર્ગ પર કેરાલા પાસે બની રહેલા ઓવરબ્રિજ સાઈટનું પણ નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ બધા પ્રગતિ હેઠળના કાર્યોનું નિરીક્ષણ કર્યા બાદ ગાંધીનગર પાછા ફરતા છ લેનના સરખેજ ચિલોડા નેશનલ હાઈવેનું અદાણી શાંતિ ગ્રામ પાસેના નિર્માણાધિન ઓવરબ્રિજનું પણ નિરીક્ષણ કર્યું હતું.