સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ સીપીઓમાં નરમાઈઃ કપાસ, રબર અને મેન્થા તેલમાં સુધારોઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 93 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 129 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિ
ડેઇલી માર્કેટ રિપોર્ટ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,28,662 સોદાઓમાં કુલ રૂ.11,451.52 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.43 ઘટ્યો હતો, જ્યારે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.481 વધ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ વાયદાના ભાવમાં હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંનેમાં વૃદ્ધિ હતી. કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)માં 33,375 ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.400નો ઉછાળો હતો. કપાસ, રબર અને મેન્થા તેલ સુધર્યા હતા, જ્યારે ક્રૂડ પામતેલ (સીપીઓ)ના વાયદા ઢીલાં ટ્રેડ થઈ રહ્યા હતા. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓક્ટોબર વાયદામાં 93 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓક્ટોબર વાયદામાં 129 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 58,833 સોદાઓમાં કુલ રૂ.4,374.23 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,036ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.46,186 અને નીચામાં રૂ.45,902 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.43 ઘટી રૂ.45,952ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.6 ઘટી રૂ.37,069 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.28 વધી રૂ.4,620ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,135ના ભાવે ખૂલી, રૂ.24 ઘટી રૂ.45,971ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.60,626 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,693 અને નીચામાં રૂ.60,156 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.481 વધી રૂ.60,436 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.435 વધી રૂ.60,687 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.444 વધી રૂ.60,685 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 11,792 સોદાઓમાં રૂ.2,151.11 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.20 ઘટી રૂ.231.50 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5.10 ઘટી રૂ.269ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.35 વધી રૂ.716.95 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.13.2 ઘટી રૂ.1,467.50 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.90 વધી રૂ.194ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 31,752 સોદાઓમાં કુલ રૂ.2,740.27 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,525ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,552 અને નીચામાં રૂ.5,503 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.76 વધી રૂ.5,543 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.16 વધી રૂ.393.10 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 2,234 સોદાઓમાં રૂ.358.35 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,464ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1487 અને નીચામાં રૂ.1464 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.56 વધી રૂ.1,479.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓક્ટોબર વાયદો 100 કિલોદીઠ રૂ.16,985ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,990 અને નીચામાં રૂ.16,920 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.136 વધી રૂ.16,958ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,136ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1136 અને નીચામાં રૂ.1129 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2.80 ઘટી રૂ.1129 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.10 વધી રૂ.929.10 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.400 વધી રૂ.26,930 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 15,494 સોદાઓમાં રૂ.2,846.24 કરોડનાં 6,177.121 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 43,339 સોદાઓમાં કુલ રૂ.1,527.99 કરોડનાં 252.285 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.296.04 કરોડનાં 12,805 ટન, જસતના વાયદાઓમાં રૂ.313.76 કરોડનાં 12,010 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.836.76 કરોડનાં 11,627.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.615.25 કરોડનાં 4,219.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.89.30 કરોડનાં 4,890 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 11,349 સોદાઓમાં રૂ.985.60 કરોડનાં 17,81,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 20,403 સોદાઓમાં રૂ.1,754.67 કરોડનાં 4,41,22,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 12 સોદાઓમાં રૂ.0.47 કરોડનાં 64 ટન અને કોટનના વાયદાઓમાં 1,088 સોદાઓમાં રૂ.89.84 કરોડનાં 33375 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 128 સોદાઓમાં રૂ.5.34 કરોડનાં 56.88 ટન, રબરના વાયદાઓમાં 9 સોદાઓમાં રૂ.0.15 કરોડનાં 9 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 997 સોદાઓમાં રૂ.262.55 કરોડનાં 23,380 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 18,718.412 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 679.366 ટન, એલ્યુમિનિયમમાં 14,195 ટન, જસત વાયદામાં 9,865 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 10,1600 ટન, નિકલ વાયદામાં 2,3280 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 6,200 ટન, ક્રૂડ તેલમાં 9,67,100 બેરલ અને નેચરલ ગેસમાં 1,33,78,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 196 ટન, કોટનમાં 63600 ગાંસડી, મેન્થા તેલમાં 559.08 ટન, રબરમાં 67 ટન, સીપીઓમાં 74,420 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,095 સોદાઓમાં રૂ.95.88 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 547 સોદાઓમાં રૂ.41.93 કરોડનાં 610 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 548 સોદાઓમાં રૂ.53.95 કરોડનાં 662 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,403 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,123 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 13,760ના સ્તરે ખૂલી, ઊપરમાં 13,798 અને નીચામાં 13,705ના સ્તરને સ્પર્શી, 93 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 35 પોઈન્ટ વધી 13,737ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓક્ટોબર વાયદો 16,289ના સ્તરે ખૂલી, 129 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 22 પોઈન્ટ ઘટી 16,284ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 22,956 સોદાઓમાં રૂ.1,731.68 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.76.48 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.43.98 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,610.16 કરોડનાં કામકાજ થયાં હતાં.
– નૈમિષ ત્રિવેદી






