ડેઈલી માર્કેટ રિપોર્ટ
સોનાના વાયદામાં રૂ.38નો ઘટાડોઃ ચાંદીમાં રૂ.187ની વૃદ્ધિ
કપાસ અને સીપીઓમાં સુધારાનો સંચારઃ મેન્થા તેલ, રબરમાં નરમાઈ
બુલડેક્સ ફ્યુચર્સમાં 65 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 155 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,22,408 સોદાઓમાં કુલ રૂ.11,016.08 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓગસ્ટ વાયદામાં 65 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓગસ્ટ વાયદામાં 155 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 43,504 સોદાઓમાં કુલ રૂ.3,556.42 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,610ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,689 અને નીચામાં રૂ.47,511 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.38 ઘટી રૂ.47,535ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.258 વધી રૂ.38,742 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.50 વધી રૂ.4,828ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,640ના ભાવે ખૂલી, રૂ.38 ઘટી રૂ.47,513ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.66,349 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.66,492 અને નીચામાં રૂ.66,060 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.187 વધી રૂ.66,243 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.161 વધી રૂ.66,476 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.159 વધી રૂ.66,479 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 14,345 સોદાઓમાં રૂ.2,576.04 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.30 વધી રૂ.199.20 અને જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.45 ઘટી રૂ.250ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.2.35 ઘટી રૂ.765.45 અને નિકલ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.14.6 વધી રૂ.1,504.70 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.25 ઘટી રૂ.176ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 42,831 સોદાઓમાં કુલ રૂ.3,004.02 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,359ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,409 અને નીચામાં રૂ.5,344 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.19 વધી રૂ.5,353 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.4.70 ઘટી રૂ.290 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 2,615 સોદાઓમાં રૂ.412.73 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,416.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1423 અને નીચામાં રૂ.1414.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2.50 વધી રૂ.1,419.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જુલાઈ વાયદો 100 કિલોદીઠ રૂ.16,720ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,720 અને નીચામાં રૂ.16,720 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.180 ઘટી રૂ.16,720ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,177.80ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1181 અને નીચામાં રૂ.1170 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.3.20 વધી રૂ.1174.90 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.20 ઘટી રૂ.944.80 અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.240 વધી રૂ.27,080 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 11,863 સોદાઓમાં રૂ.2,065.80 કરોડનાં 4,336.851 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 31,641 સોદાઓમાં કુલ રૂ.1,490.62 કરોડનાં 224.489 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.170.85 કરોડનાં 8,545 ટન, જસતના વાયદાઓમાં રૂ.364 કરોડનાં 14,905 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,120.88 કરોડનાં 14,792.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.816.63 કરોડનાં 5,5140 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.103.68 કરોડનાં 5,875 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,613 સોદાઓમાં રૂ.884.10 કરોડનાં 16,45,300 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 32,218 સોદાઓમાં રૂ.2,119.92 કરોડનાં 7,31,97,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 5 સોદાઓમાં રૂ.0.14 કરોડનાં 20 ટન અને કોટનના વાયદાઓમાં 488 સોદાઓમાં રૂ.47.28 કરોડનાં 17325 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 221 સોદાઓમાં રૂ.12.56 કરોડનાં 131.04 ટન, રબરના વાયદાઓમાં 21 સોદાઓમાં રૂ.0.45 કરોડનાં 26 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,880 સોદાઓમાં રૂ.352.30 કરોડનાં 30,710 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,864.809 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 666.203 ટન, એલ્યુમિનિયમમાં 12,635 ટન, જસત વાયદામાં 10,450 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,787.500 ટન, નિકલ વાયદામાં 3,7980 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 6,895 ટન, ક્રૂડ તેલમાં 5,31,600 બેરલ અને નેચરલ ગેસમાં 1,79,10,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 120 ટન, કોટનમાં 162025 ગાંસડી, મેન્થા તેલમાં 477.72 ટન, રબરમાં 105 ટન, સીપીઓમાં 81,180 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,422 સોદાઓમાં રૂ.116.96 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 518 સોદાઓમાં રૂ.39.90 કરોડનાં 551 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 904 સોદાઓમાં રૂ.77.06 કરોડનાં 971 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,785 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,366 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 14,511ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,516 અને નીચામાં 14,451ના સ્તરને સ્પર્શી, 65 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 12 પોઈન્ટ ઘટી 14,468ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ વાયદો 15,900ના સ્તરે ખૂલી, 155 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 23 પોઈન્ટ વધી 15,857ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 17,691 સોદાઓમાં રૂ.1,349.91 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.41.02 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.40.15 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,268.74 કરોડનાં કામકાજ થયાં હતાં.
- નૈમિષ ત્રિવેદી






