ટાઇટલને સાર્થક કરતો નવા જમાનાનો સોની લિવ અને મૅડોક આઉટસાઇડરનો વેબ શો ચુટ્ઝપાહનું ટ્રેલર દરેકના જીવનમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાની પ્રાસંગિકતા દર્શાવે છે, અને એણે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. જેન-એક્સના અભિનેતા વરુણ શર્મા, મનજોત સિંહ, ગૌતમ મેહરા, તાન્યા માનિકતલા, એલનાઝ નવરોજી અને ક્ષિતિજ ચૌહાણ સાથે ચુટ્ઝપાહ આજના યુગમાં માનવીમાં થયેલા ડિજિટલ પરિવર્તનને દર્શાવે છે. ટૂંકમાં કહેવું હોય તો આ કેકના એક ટુકડા જેવું છે, જેને પાંચ અલગ અલગ ટેસ્ટની વાર્તાઓને ઇન્ટરનેટ નામના બેસ્ટ ક્રીમ સાથે જોડવામાં આવી છે.

શો અંગે જણાવતા વરુણ શર્મા કહે છે કે, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાની દુનિયા જીવનનો એક અભિન્ન અંગ બની ગઈ છે. ત્યાં સુધી કે લોકો પોતાની જાતને પુરવાર કરવા વ્યક્તિત્વ પણ બદલતા અચકાતા નથી. હું ચુટ્ઝપાહ જેવા મજેદાર એન્ટરટેઇન્મેન્ટ પ્રોગ્રામ સાથે ઓટીટી ડેબ્યુ કરી રહ્યો હોવાથી ઘણો ઉત્સાહિત છું.

વરુણના સહકલાકાર મનજોત સિંહ કહે છે કે, આ એક દિલચસ્પ અને મનોરંજક વાર્તા છે. જે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા વાર્તા સાથે સંકળાયેલી પાંચ વ્યક્તિની વાત છે. મને ખાત્રી છે કે એ આપણને આપણા જીવનની અમુક ચુટ્ઝપાહ ક્ષણોમાં પાછા લઈ જશે. મને ફુકરે ગેંગ સાથે જોડાવાની ઘણી મજા પડી. અને અમે ફરી એજ પાગલપન પેદા કરવા તૈયાર છીએ.

મૃગદીપ સિંહ કહે છે કે, ચુટ્ઝપાહનો અનુભવ અદભુત રહ્યો. ફુકરેની ટોળકી – વરુણ શર્મા અને મનજોત સિંહ સાથે મને આ શોમાં ગૌતમ મેહરા, એલનાઝ નવરોજી અને ક્ષિતિજ ચૌહાન જેવા અસાધારણ પ્રતિભાશાળી કલાકારોના સાથ મળ્યો છે. ફિલ્મનો વિષય ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પણા જીવનનું એક અભિન્ન અંગ છે અને એને કેન્દ્રમાં રાખી મનોરંજક સ્ચોરી સાથે આવવા માગતા હતા. આમ ચુટ્ઝપાહનું નિર્માણ થયું.

તાન્યા માનિકતલા કહે છે, મજેદાર સ્ક્રિપ્ટ અને શાનદાર ટીમ ઉપરાંત ફિલ્મ કરવાનું સૌથી મહત્ત્વપૂર્ણ કારણ મારૂં પાત્ર છે. મને મારૂં પાત્ર ભજવવાની ઘણી મજા પડી કારણ, એ મારા વ્યક્તિત્વથી એકદમ અલગ છે.

દિનેશ વિજન દ્વારા નિર્મિત, મૃગદીપ સિંહ લાંબા લિખિત અને સિમરપ્રીત સિંહ દિગ્દર્શિત ચુટ્ઝપાહ 23 જુલાઈથી સોનિ લિવ પર પ્રદર્શિત થશે.