ડેઈલી માર્કેટ રિપોર્ટ
બુલડેક્સ ફ્યુચર્સમાં 144 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 145 પોઈન્ટની મૂવમેન્ટઃ
કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યાઃ સીપીઓ, મેન્થા તેલમાં નરમાઈઃ કપાસ, રબરમાં સુધારો
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,39,032 સોદાઓમાં કુલ રૂ.12,295.01 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ.530 અને ચાંદીના વાયદામાં કિલોદીઠ રૂ.477નો ઉછાળો આવ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ વધીને ટ્રેડ થઈ રહી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ આગલા સ્તરે જ જળવાયેલું હતું, જ્યારે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધી આવ્યા હતા, જ્યારે સીપીઓ અને મેન્થા તેલ નરમ ટ્રેડ થઈ રહ્યા હતા. કપાસ અને રબરમાં સુધારો વાયદાના ભાવમાં થયો હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જુલાઈ વાયદામાં 144 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જુલાઈ વાયદામાં 145 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 65,030 સોદાઓમાં કુલ રૂ.4,535.72 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,350ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,912 અને નીચામાં રૂ.47,350 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.530 વધી રૂ.47,829ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.290 વધી રૂ.38,270 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.40 વધી રૂ.4,724ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.70,309 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.70,766 અને નીચામાં રૂ.70,200 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.477 વધી રૂ.70,516 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 35,856 સોદાઓમાં કુલ રૂ.2,408.65 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,702ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,733 અને નીચામાં રૂ.5,676 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ કોઈ ફેરફાર વગર આગલા રૂ.5,687ના જ સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.40 ઘટી રૂ.279.80 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 3,897 સોદાઓમાં રૂ.527.74 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,296ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1303 અને નીચામાં રૂ.1295 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1.50 વધી રૂ.1,299 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જુલાઈ વાયદો 100 કિલોદીઠ રૂ.16,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,950 અને નીચામાં રૂ.16,850 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.50 વધી રૂ.16,925ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,037ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1048.50 અને નીચામાં રૂ.1015 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8 ઘટી રૂ.1024.10 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.20 ઘટી રૂ.1007.10 અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.280 વધી રૂ.25,210 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 21,363 સોદાઓમાં રૂ.2,832.62 કરોડનાં 5,939.560 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 43,667 સોદાઓમાં કુલ રૂ.1,703.10 કરોડનાં 241.323 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 9,366 સોદાઓમાં રૂ.797.25 કરોડનાં 13,98,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 26,490 સોદાઓમાં રૂ.1,611.40 કરોડનાં 5,72,82,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 13 સોદાઓમાં રૂ.0.39 કરોડનાં 60 ટન અને કોટનના વાયદાઓમાં 669 સોદાઓમાં રૂ.62.20 કરોડનાં 24700 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 310 સોદાઓમાં રૂ.14.26 કરોડનાં 142.2 ટન, રબરના વાયદાઓમાં 19 સોદાઓમાં રૂ.0.32 કરોડનાં 19 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2,886 સોદાઓમાં રૂ.450.57 કરોડનાં 43,690 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,262.062 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 398.120 ટન, ક્રૂડ તેલમાં 11,29,300 બેરલ અને નેચરલ ગેસમાં 2,78,42,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 56 ટન, કોટનમાં 179775 ગાંસડી, મેન્થા તેલમાં 315.72 ટન, રબરમાં 136 ટન, સીપીઓમાં 83,530 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,552 સોદાઓમાં રૂ.130.01 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 810 સોદાઓમાં રૂ.67.01 કરોડનાં 908 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 742 સોદાઓમાં રૂ.63 કરોડનાં 823 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,164 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 846 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 14,682ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,826 અને નીચામાં 14,682ના સ્તરને સ્પર્શી, 144 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 138 પોઈન્ટ વધી 14,794ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો 15,240ના સ્તરે ખૂલી, 145 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 115 પોઈન્ટ વધી 15,319ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 15,607 સોદાઓમાં રૂ.1,737.51 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.495.44 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.13.47 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,227.69 કરોડનાં કામકાજ થયાં હતાં.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.294 ખૂલી, ઊપરમાં રૂ.470.50 અને નીચામાં રૂ.280.50 રહી, અંતે રૂ.203.50 વધી રૂ.447 થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,189.50 ખૂલી, ઊપરમાં રૂ.2,529 અને નીચામાં રૂ.2,189.50 રહી, અંતે રૂ.158.50 વધી રૂ.2,397 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.124.70 ખૂલી, ઊપરમાં રૂ.146 અને નીચામાં રૂ.120 રહી, અંતે રૂ.7.80 વધી રૂ.127.70 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.47,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.322 ખૂલી, ઊપરમાં રૂ.329.50 અને નીચામાં રૂ.201.50 રહી, અંતે રૂ.156.50 ઘટી રૂ.225.50 થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.485 ખૂલી, ઊપરમાં રૂ.485 અને નીચામાં રૂ.411 રહી, અંતે રૂ.76.50 ઘટી રૂ.446 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.80.10 ખૂલી, ઊપરમાં રૂ.100.60 અને નીચામાં રૂ.80 રહી, અંતે રૂ.4.90 વધી રૂ.96.30 થયો હતો.
- નૈમિષ ત્રિવેદી