ચાય પે ચર્ચા શબ્દ તો છેલ્લા થોડા વરસોથી ચર્ચામાં આઐવ્યો પણ ચાવાળાના ગલ્લે ડેને મુંબઈની ભાષામાં ચાની ટપરી કહેવાય છે ત્યાં ઊભા રહીને રાજકારણ, રમતગમત, મનોરંજન સહિતના તમામ વિષયો પર ચર્ચા કરવાનો સિલસિલો તો દાયકાઓથી ચાલી રહ્યો છે. કડક, મીઠી, આદુવાળી, લીલી ચા અને ફુદીનો નાખેલી કે બ્લૅક લેમન ટીની ચુસકીઓ સાથે ગામગપાટાઓનો દોર ચાલતો રહે છે.
દિવસમાં બે-ચાર વાર ચા પીને આપણે તો ત્યાંથી ચાલતી પકડીએ છીએ. ક્યારેક વિચારતા હોઇએ કે ખુલ્લામાં ઊભા રહી ધંધો કરતા ચાવાળા કેવી રીતે ઘર ચલાવતા હશે? પણ આ તમારી ભૂલ છે. દસ-વીસ રૂપિયાની ચા વેનારા ટપરીવાળાની મહિનાની આવક કદાચ બેન્કના ક્લર્ક કરતા પણ વધુ હોઈ શકે છે. દિવસના બસો-પાંચસો કપ (કટિંગ) વેચનારા ચટાવાળાનો નફાનો ગાળો પણ ઘણો મોટો હોય છે. એટલે કે વધુ પૈસા કમાવા હોય તો ચાનો ધંધો એક સારો વિકલ્પ છે. અને ચા વેચીને ભરપુર કમાણી કરના વિશે જણાવીએ જેથી તમને વિશ્વાસ થાય કે ગરમાગરમ કટિંગ વેચનારાના ખીસા કેટલા ગરમ હોય છે.
ગરમ ચા પીને દિવસની શરૂઆત કર્યા બાદ તાણભર્યા કામકાજના કલાકો દરમિયાન એકાદ-બે વાર માઇન્ડ ફ્રેશ કરવા ચા પીનારા કર્મચારીઓને કીટલીમાં ચા આપવા આવનાર છોટુ ભલે દિવસના પચાસ-સો રૂપિયા કમાતો હોય પણ એના માલિક માટે તો આ કસદાર ધંધો છે. એટલા માટે જ એમબીએ કે એન્જિનિયર થયેલાઓ માટેનો આ બિઝનેસ પસંદગીનો સ્ટાર્ટ અપ બની રહ્યો છે. આવો જોઇએ આવા કેટલાક સ્ટાર્ટ અપ…
એમબીએ ચાવાળા
પ્રફુલ બિલ્લોરને આઈઆઈએમ થવું હતું પણ એને એડમિશન મળ્યું નહી. એણે મેકડોનાલ્ડમાં કામ શરૂ કર્યું પણ મન લાગતું નહોતું. આખરે એણે પોતાની ચાની દુકાન શરૂ કરી. સારા ખાનદાનમાંથી આવેલા અને ઉચ્ચ શિક્ષણ લીધેલા પ્રફુલે ચાની ગાડી શરૂ કરી ત્યારે સ્વપ્નેય વિચાર્યું નહોતું કે એના બિઝનેસનું ટર્ન ઓવર કરોડો પર પહોંચશે. ધંધામાં દિવસ-રાત એક કરનાર પ્રફુલે એની એમબીએ ચાવાળા બ્રાનેડની શરૂઆત કરી. મજાની વાત એ છે કે પ્રફુલે કૉલેજમાં ભણવાના બહાને પિતા પાસે આઠ હજાર રૂપિયા લીધા અને 2017માં ચાનો ધંધો શરૂ કર્યો. આજે ભારતના બસોથી વધુ શહેરોમાં એના આઉટલેટ્સ છે. પચીસેક વરસનો હતો ત્યારે જ એ પાંચ-સાત કરોડનો આસામી બની ગયો. માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ એના આઉટલેટ શરૂ થયા છે. દરેક ફ્રેન્ચાઇઝી પાસે એ વરસની લાખો રૂપિયા ફી વસુલે છે. એના અમદાવાદ સ્થિત મૂળ દુકાનની જ માસિક આવક 15-17 લાખ રૂપિયા જેટલી છે.
કટિંગ વેચીનો સો કરોડની કમાણી
અનુભવ દુબેને બનવું હતું કલેક્ટર પણ એમાં સફળતા ન મળી. એટલે એના પોતાના અને અન્યોના માઇન્ડ ફ્રેશ કરવા ચાનો ધંધો શરૂ કર્યો. 2016માં મિત્ર સાથે ત્રણ લાખ રૂપિયાના રોકાણ સાથે ઇન્દોરમાં ચાની દુકાન ચાય સુટ્ટા બાર શરૂ કરી અને આજે એનું ટર્ન ઓવર સો કરોડ રૂપિયા જેટલું છે. 2016માં શરૂ કરેલો ચાનો ધંધો આજે એક મોટી બ્રાન્ડ બની ગયો છે જે વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલો છે. આજે તેમને ત્યાં ત્રણ હજારથી વધુ લોકોકામ કરી રહ્યા છે અને દિવસમાં ત્રણ લાખ કુલ્લડ ચા વેચે છે.
પટનાની ગ્રેજ્યુએટ ચાવાળી
બિહારની ગ્રેજ્યુએટ ચાવાળી પ્રિયંકા ગુપ્તા કા નામ તો આપને સુના હોગા. પટનામાં ચાની ટપરી શરૂ કરનારી પ્રિયંકા ગુપ્તા સોશિયલ મીડિયા પર ઘણી ફૅમસ છે. એપ્રિલ 2022માં એણે પટના યુનિવર્સિટી સામે એનો ચાનો પહેલો સ્ટૉલ શરૂ કર્યો અને આજે એની ફ્રેન્ચાઇઝી આપી રહી છે. ચાર મહિનામાં જ એની કમાણી લાખો પર પહોંચી છે. ત્રીસ હજારમાં ચાનો ધંધો શરૂ કરનાર પ્રિયંકાને ચાર મહિનામાં દોઢ લાખ રૂપિયાનો નફો થયો. એક સમયે નોકરી શોધવા ચપ્પલો ઘસતી પ્રિયંકા આજે ડઝથી વધુ યુવાનોને નોકીરએ રાખ્યા છે.
મૉડેલ ચાવાળી
મિસ ગોરખપુરનો તાજ જીતનારી સિમરન ગુપ્તા હવે એના ચાના ધંધાને કારણે ચર્ચામાં છે. સિમરન હવે મિસ ગોરખપુર તરીકે નહીં પણ મૉડેલ ટાવાળી તરીકે વિખ્યાત છે. ચાનો સ્ટૉલ શરૂ કરનાર સિમરન રોજ બસો-ત્રણસો કપ ચા વેચે છે અને મહિને 75 હજારથી વધુ કમાય છે.
બીટેક ચાવાળી
દિલ્હીને અડીને આવેલા ફરિદાબાદમાં બી.ટેક ભણેલી વર્તિકાનો વિડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. વર્તિકાએ બીટેક ચાયવાળી નામે નવો સ્ટાર્ટ અપ શરૂ કરી સારી એવી કમાણી કરે છે. એ રોજની સો-દોઢસો કપ ચા વીસથી પચાસ રૂપિયાના ભાવે વેચે છે. એના જણાવ્યા મુજબ મહિનાના અંતે એની કમાણી લાખ રૂપિયાથી વધુ પર પહોંચે છે.
Comments 1