• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 22, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

બુલડેક્સ વાયદો 77 પોઈન્ટ વધી 14369ના સ્તરેઃ સોના-ચાંદીમાં સુધારાની આગેકૂચ

by P C KAPADIA
October 4, 2022
in Corporate
0
Share on FacebookShare on Twitter

ક્રૂડ તેલ, કોટન, મેન્થા તેલમાં વૃદ્ધિઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 11765 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 6902 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 56 કરોડનાં કામકાજ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,55,979 સોદાઓમાં કુલ રૂ.18,722.04 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 11764.71 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 6901.55 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,40,235 સોદાઓમાં કુલ રૂ.7,263.46 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,000 અને નીચામાં રૂ.51,000 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.835 વધી રૂ.51,000ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.167 વધી રૂ.40,666 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.26 વધી રૂ.5,091ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,801ના ભાવે ખૂલી, રૂ.645 વધી રૂ.50,890ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,288ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,865 અને નીચામાં રૂ.61,071 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 541 વધી રૂ.61,452 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ. 528 વધી રૂ.61,722 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.556 વધી રૂ.61,753 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 17,430 સોદાઓમાં રૂ.2,568.06 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓક્ટોબર વાયદો 1 કિલોદીઠ રૂ.4 વધી રૂ.200.60 અને જસત ઓક્ટોબર વાયદો રૂ.5.10 વધી રૂ.273ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.2.60 વધી રૂ.650.45 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.60 વધી રૂ.178ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 25,224 સોદાઓમાં કુલ રૂ.1,880.07 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,848ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,906 અને નીચામાં રૂ.6,826 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.59 વધી રૂ.6,876 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.20 ઘટી રૂ.523.10 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 662 સોદાઓમાં રૂ.53.12 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ઓક્ટોબર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.32,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.32,630 અને નીચામાં રૂ.31,510 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.820 વધી રૂ.32,320ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.40 વધી રૂ.990.10 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,238.38 કરોડનાં 6,307.490 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.4,025.08 કરોડનાં 651.534 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.833.88 કરોડનાં 12,14,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,046 કરોડનાં 19703750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.47.86 કરોડનાં 15450 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.5.26 કરોડનાં 52.92 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,939.113 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 643.515 ટન, ક્રૂડ તેલમાં 569200 બેરલ અને નેચરલ ગેસમાં 13776250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 64350 ગાંસડી, મેન્થા તેલમાં 629.64 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.55.78 કરોડનાં 776 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 14,340ના સ્તરે ખૂલી, 77 પોઈન્ટ વધી 14,369ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.6,901.55 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.556.92 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.222.91 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,236.47 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.885.25 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 208.02 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.212.20 ખૂલી, ઊપરમાં રૂ.261.70 અને નીચામાં રૂ.212.20 રહી, અંતે રૂ.29.70 વધી રૂ.249.90 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.550ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.37 ખૂલી, ઊપરમાં રૂ.40 અને નીચામાં રૂ.33.75 રહી, અંતે રૂ.2 ઘટી રૂ.35.85 થયો હતો. સોનું નવેમ્બર રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.101 ખૂલી, ઊપરમાં રૂ.170 અને નીચામાં રૂ.101 રહી, અંતે રૂ.36.50 વધી રૂ.128.50 થયો હતો. સોનું-મિની ઓક્ટોબર રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.221 ખૂલી, ઊપરમાં રૂ.410 અને નીચામાં રૂ.200 રહી, અંતે રૂ.167.50 વધી રૂ.381 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,189 ખૂલી, ઊપરમાં રૂ.1,189 અને નીચામાં રૂ.951 રહી, અંતે રૂ.260.50 વધી રૂ.1,084 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.6,800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.275 ખૂલી, ઊપરમાં રૂ.291 અને નીચામાં રૂ.256.50 રહી, અંતે રૂ.20.70 ઘટી રૂ.270 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.30.50 ખૂલી, ઊપરમાં રૂ.35.30 અને નીચામાં રૂ.29.50 રહી, અંતે રૂ.2.10 વધી રૂ.34.20 થયો હતો. સોનું નવેમ્બર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.460 ખૂલી, ઊપરમાં રૂ.490.50 અને નીચામાં રૂ.361 રહી, અંતે રૂ.44 ઘટી રૂ.406.50 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,660 ખૂલી, ઊપરમાં રૂ.1,750 અને નીચામાં રૂ.1,519 રહી, અંતે રૂ.254.50 ઘટી રૂ.1,615.50 થયો હતો. સોનું-મિની ઓક્ટોબર રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.550 ખૂલી, ઊપરમાં રૂ.600 અને નીચામાં રૂ.415 રહી, અંતે રૂ.170 ઘટી રૂ.468 થયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

મુંબઈ ખાતે યોજાઈ રહ્યો છે સાત દિવસીય ‘ગઉ ગ્રામ મહોત્સવ’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com