પુણેમા એક પોલીસકર્મીએ ઘરના ફ્લોર પર ‘મોમ આઈ એમ સોરી’ લખી આત્મહત્યા કરી છે. આ ઘટનાને પગલે પોલીસ દળમાં ખળભળાટ મચી ગયો છે.
ઇન્દ્રાપુર તાલુકાના બાવડા ગામમા રહેતા પોલીસ કોન્સ્ટેબલ રઝાક મોહમ્મદ માનેરી, ઉમર ૨૪ એ આત્મહત્યા કરી હતી. એ છેલ્લા છ મહિનાથી રાજગડ પોલીસ સ્ટેશનમાં નોકરી કરી રહ્યો હતો. રઝાકના પિતા અને નિવૃત્ત પોલીસ અધિકારી મોહમ્મદ મનેરીએ આ અંગે રાજગડ પોલીસ સ્ટેશનને જાણ કરી છે.
રઝાક સોમવાર રાતથી ફોન ઉપાડતો ન હતો. તેથી તેના પિતા અને સબંધીઓ કિકવી ખાતે ઘરે આવ્યા હતા. તે સમયે, રઝાકના ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. તેથી તેઓએ બારીમાંથી લાકડી વડે દરવાજો ખોલ્યો અને રઝાક મૃત હાલતમાં મળી આવ્યો. તેણે હાથમાં નસ કાપી અને પછી ગળે ફાંસો લીધો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેનું ફાંસો ખાધેલ ગળાની દોરી તૂટી જતા તે જમીન પર પડ્યો હતો. ઘરના ફ્લોર પર લોહીથી લખેલું હતું ‘મોમ આઈ એમ સોરી’.
દરમિયાન રાજગડ પોલીસ ઇન્સ્પેક્ટર સંદિપ ઘોરપડે સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.






