ડેઈલી માર્કેટ રિપોર્ટ
સોનાના વાયદાના ભાવમાં રૂ.186 અને ચાંદીમાં રૂ.508ની વૃદ્ધિઃ
કપાસ, રબરમાં સીમિત રેન્જમાં નરમાઈઃ
કોટન, સીપીઓ, મેન્થા તેલમાં સાર્વત્રિક સુધારોઃ
બુલડેક્સ ફ્યુચર્સમાં 77 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 77 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,11,863 સોદાઓમાં કુલ રૂ.8,855.40 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.186 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.508 વધ્યો હતો. જસત સિવાયની તમામ બિનલોહ ધાતુઓ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં 11,32,900 બેરલ્સના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં બેરલદીઠ રૂ.2નો મામૂલી ઘટાડો થયો હતો. આ સામે નેચરલ ગેસ વધીને ટ્રેડ થઈ રહ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટન, સીપીઓ અને મેન્થા તેલમાં સાર્વત્રિક સુધારા સામે કપાસ અને રબરમાં સીમિત રેન્જમાં નરમાઈ વાયદાના ભાવમાં રહી હતી. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જુલાઈ વાયદામાં 77 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જુલાઈ વાયદામાં 77 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 62,565 સોદાઓમાં કુલ રૂ.4,025.71 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,948ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,090 અને નીચામાં રૂ.46,835 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.186 વધી રૂ.47,056ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.205 વધી રૂ.37,525 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.44 વધી રૂ.4,649ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,109 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,364 અને નીચામાં રૂ.67,756 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.508 વધી રૂ.68,241 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 27,493 સોદાઓમાં કુલ રૂ.1,797.94 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,454ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,466 અને નીચામાં રૂ.5,413 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.2 ઘટી રૂ.5,435 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.70 વધી રૂ.256 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 2,370 સોદાઓમાં રૂ.293.05 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,280ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1280 અને નીચામાં રૂ.1265 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.18 ઘટી રૂ.1,274 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જૂન વાયદો 100 કિલોદીઠ રૂ.16,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,999 અને નીચામાં રૂ.15,990 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1 ઘટી રૂ.16,653ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,044.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1049.90 અને નીચામાં રૂ.1032.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8.90 વધી રૂ.1045.30 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.35 વધી રૂ.1,123 અને કોટન જૂન કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.90 વધી રૂ.24,370 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 15,391 સોદાઓમાં રૂ.2,027.10 કરોડનાં 4,316.945 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 47,174 સોદાઓમાં કુલ રૂ.1,998.61 કરોડનાં 290.616 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 7,424 સોદાઓમાં રૂ.616.35 કરોડનાં 11,32,900 બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં 20,069 સોદાઓમાં રૂ.1,181.59 કરોડનાં 4,61,61,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 3 સોદાઓમાં રૂ.0.08 કરોડનાં 12 ટન અને કોટનના વાયદાઓમાં 302 સોદાઓમાં રૂ.34.53 કરોડનાં 14050 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 400 સોદાઓમાં રૂ.19.57 કરોડનાં 175.68 ટન, રબરના વાયદાઓમાં 43 સોદાઓમાં રૂ.1.02 કરોડનાં 61 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,622 સોદાઓમાં રૂ.237.85 કરોડનાં 23,530 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,599.684 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 549.164 ટન, એલ્યુમિનિયમમાં 16,770 ટન, જસત વાયદામાં 9,665 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,757.500 ટન, નિકલ વાયદામાં 4,198.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 6,420 ટન, ક્રૂડ તેલમાં 8,04,400 બેરલ્સ અને નેચરલ ગેસમાં 3,32,87,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 44 ટન, કોટનમાં 181275 ગાંસડી, મેન્થા તેલમાં 169.2 ટન, રબરમાં 98 ટન, સીપીઓમાં 71,010 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 998 સોદાઓમાં રૂ.76.40 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 566 સોદાઓમાં રૂ.43.54 કરોડનાં 599 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 432 સોદાઓમાં રૂ.32.86 કરોડનાં 436 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,568 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 648 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 14,537ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,569 અને નીચામાં 14,492ના સ્તરને સ્પર્શી, 77 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 59 પોઈન્ટ વધી 14,557ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો 15,070ના સ્તરે ખૂલી, 77 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 42 પોઈન્ટ વધી 15,095ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 5,790 સોદાઓમાં રૂ.548.76 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.129.14 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.21.46 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.397.24 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.320 ખૂલી, ઊપરમાં રૂ.320 અને નીચામાં રૂ.270 રહી, અંતે રૂ.16 વધી રૂ.303 થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,778.50 ખૂલી, ઊપરમાં રૂ.2,151.50 અને નીચામાં રૂ.1,778.50 રહી, અંતે રૂ.385.50 વધી રૂ.2,104 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.149 ખૂલી, ઊપરમાં રૂ.152 અને નીચામાં રૂ.132.60 રહી, અંતે રૂ.2.60 ઘટી રૂ.141.80 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.46,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.350.50 ખૂલી, ઊપરમાં રૂ.360 અને નીચામાં રૂ.309.50 રહી, અંતે રૂ.29.50 ઘટી રૂ.324.50 થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,800 ખૂલી, ઊપરમાં રૂ.2,956.50 અને નીચામાં રૂ.2,713 રહી, અંતે રૂ.175 વધી રૂ.2,823.50 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.148.20 ખૂલી, ઊપરમાં રૂ.167.50 અને નીચામાં રૂ.140 રહી, અંતે રૂ.2 ઘટી રૂ.156.10 થયો હતો.
- નૈમિષ ત્રિવેદી






