આધ્યાત્મિકતા અને આધુનિક અભિવ્યક્તિ વચ્ચેનો સુંદર સંગમ સર્જતા India Fine Arts Council (IFAC) ગર્વપૂર્વક એક અનોખો પ્રોજેક્ટ લઈને આવી છે… ગણેશપુરીના પૂજ્ય સિદ્ધ ગુરુ Bhagwan Nityanandને સમર્પિત ભક્તિ રૅપ સોંગ. આ અનોખી સંગીતમય શ્રદ્ધાંજલિ ગુરુના શાશ્વત ઉપદેશોને આધુનિક તાલમાં જીવંત કરે છે.
આધ્યાત્મિક વારસાની નવી રજૂઆત
1897થી 1961 સુધીના પોતાના દિવ્ય જીવનકાળ દરમિયાન, ભગવાન નિત્યાનંદે સરળતા, શુદ્ધતા અને આંતરિક જાગૃતિના ઉપદેશો દ્વારા લાખો ભક્તોને માર્ગદર્શન આપ્યું. મહારાષ્ટ્રના ગણેશપુરીથી ફેલાયેલો તેમનો જ્ઞાનરૂપી પ્રકાશ આજે પણ વિશ્વભરના આધ્યાત્મિક સાધકો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે.
હૃદયમાંથી ઉપજેલી સર્જનાત્મક ભેટ
આ ભક્તિ રેપ સોંગ IFACના પ્રમુખ હરેશ મહેતા દ્વારા રચિત અને નિર્મિત કરવામાં આવ્યું છે. તેઓ કહે છે, “આ પ્રોજેક્ટ મારા માટે અત્યંત વ્યક્તિગત છે—જેમાં ભક્તિ અને સર્જનાત્મકતાનો સુંદર મેળ છે. ગીતમાં મેં ગાયક, લેખક અને પ્રોડ્યુસર તરીકે મારી ભાવનાઓ વ્યક્ત કરી છે.”
આ રચનામાં આધ્યાત્મિક સંદેશને આધુનિક મ્યુઝિકલ સ્ટાઇલમાં રજૂ કરવામાં આવ્યો છે, જેથી પરંપરાગત ભક્તો સાથે આજના યુવાનોને પણ આકર્ષે છે.
ભક્તિ રૅપ સોંગના પોસ્ટર લટન્ચિંગ નિમિત્તે મુખ્ય અતિથિ અને આંતરરાષ્ટ્રીય કૉરિયોગ્રાફર સંદીપ સોપારકરે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, હરેશ મહેતાને હું ઘણા વરસથી ઓળખું છું પણ તેમનામાં રહેલી ગાયકીની કલાની મને જાણ નહોતી. પણ તેમના ગીતને સાંભળી એવું લાગે છે કે તેમનો મધુર કંઠ એ કુદરતની દેન છે. હું હરેશભાઈને વિનંતી કરીશ કે આવા, આજની ઝેન-જી પેઢીને આકર્ષી શકે એવા આધુનિક શૈલીના ભજનોના આલ્બમ રિલીઝ કરતા રહે.
જ્યારે દૂરદર્શનનાં ઉન્નતિ જગદાલેએ સ્વામિ નિત્યાનંદ અને ગણેશપુરી ધામ ખાતે થયેલા અનુભવો વિશે જણાવ્યું હતે. એ સાથે તેમણે સ્વામિ નિત્યાનંદ પર બનાવેલી અડધા કલાકની શોર્ટ ફિલ્મ વિશે જાણકારી આપી હતી.
ટેક્નિકલ એક્સલન્સ સાથે આધ્યાત્મિક અનુભવ
આ પ્રોજેક્ટનું વિડિયો પ્રોડક્શન, મ્યુઝિક, મિક્સિંગ અને માસ્ટરિંગ કીર્તન ક્રિએટિવ જેવી ડાયનામિક મીડિયા પ્રોડક્શન હાઉસ દ્વારા કરવામાં આવ્યું છે, જે પ્રોજેક્ટને ઉચ્ચ ગુણવત્તા અને આધ્યાત્મિક ગહનતા આપે છે.
આ અનોખી ભક્તિ રચના આધ્યાત્મિકતા અને આધુનિક સંગીત વચ્ચેનો એક સેતુ બની, નવી પેઢીને ગુરુના સંદેશ સાથે જોડવાનો એક પ્રેરણાદાયક પ્રયાસ છે.
કાર્યક્રમના અંતે હરેશ મહેતાએ જણાવ્યું કે ભજનનો સિલસિલો ચાલુ રહેશે પણ અમે સ્વામિજીની જીવની પર આધારિત ફીચર ફિલ્મ બનાવવાની યોજના છે જેની જાહેરાત ટૂંક સમયમાં કરશું.






