શિંદે અને ઠાકરે જૂથના તમામ વિધાનસભ્યોને માન્યતા
પક્ષની ઘટના, નેતૃત્વ અને વિધાનસભામાંની બહુમતી વગેરેનો અભ્યાસ કરી એકનાથ શિંદે જૂથને હું ખરી શિવસેના તરીકે માન્યતા આપું છું. એમ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નર્વેકારે વિધાનસભ્યોની માન્યતા અંગેનો ચુકાદો આપતા જણાવ્યું હતું. એ સાથે એકનાથ શિંદે જૂથના વિધાન સભ્ય ભરત ગોગાવલેના વ્હીપને પણ રાહુલ નર્વેકરે યોગ્ય હોવાનું જણાવ્યું હતું.
શિવસેનાની જે ઘટના છે એમાં પક્ષ પ્રમુખ નહીં રાષ્ટ્રીય કાર્યકારિણીની સર્વોચ્ચ હોય છે. માત્ર પક્ષ પ્રમુખ નિર્ણય લઈ શકે નહીં, એમ જણાવવાનું સાથે પક્ષ પ્રમુખ જ અંતિમ નિર્ણય લઈ શકે છે એવો ઠાકરે જૂથના દાવાને વિધાન સભા અધ્યક્ષ રાહુલ નરવેકારે નકારી કાઢ્યો હતો. એટલે ચૂંટણી પંચના ચુકાદા બાદ વિધાનસભા અધ્યક્ષે પણ શિંદે જૂથને રાજકીય પક્ષ તરીકે માન્યતા આપતા એકનાથ શિંદે જૂથની મોટી જીત ગણી શકાય.
અધ્યક્ષ નાર્વેકરે જણાવ્યું કે કયો પક્ષ સાચો છે એ નક્કી કરવા માટે ૨૦૧૮ની ઘટનાને માપદંડ ગણી શકાય નહીં. એટલે જ વિધાનસભાની બહુમતીને ધ્યાનમાં રાખી કયું જૂથ ખરી શિવસેના છે એનો નિર્ણય લીધો છે. બહુમતી શિંદે જૂથ પાસે હોવાથી એમણે મૂળ રાજકીય પક્ષ તરીકે માન્યતા આપવામાં આવી છે.
સ્વાભાવિક છે કે ઠાકરે જૂથને નાર્વેકરે આપેલો ચુકાદો માન્ય ન હોવાથી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે એમ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું.