દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની રવિવારે દારૂ નીતિના કથિત ગોટાળા મામલે ધરપકડ કરાયા બાદ આજે દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટમાં રજૂ કરાયા હતા. સિસોદિયાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીએ દેશભરમાં હલ્લાબોલ કરી રહ્યા છે. આપના કાર્યકર્તાઓ દેશભરમાં રસ્તા પર ઉતરી કેન્દ્રની ભાજપ સરકાર વિરુદ્ધ દેખાવો કરી રહ્યા છે.
મનીષ સિસોદિય પર દારુ ગોટાળામાં અપરાધિક કાવતરું ઘડવાની સાથે પુરાવાનો નાશ કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
મનીષ સિસોદિયા કેવી રીતે ફસાયા?
આમ તો સીબીઆઈએ દિલ્હીના ચર્ચિત દારૂ નીતિ મામલે પંદર લોકોને આરોપી બનાવ્યા છે, પરંતુ મનીષ સિસોદિયાનું નામ સૌથી ઉપર છે. ધરપકડ કરાયા બાદ સિસોદિયા પર મુકાયેલા આરોપોની ચર્ચા થઈ રહી છે. આ કથિત ગોટાળામાં અમુક લોકોની અગાઉ ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલો જકાત નીતિ સાથે સંકળાયેલો છે, જેને કારણે દિલ્હીમાં દારૂ સસ્તો થયો હતો. દારૂના લાઇસંસ આપવામાં ગોટાળો થયો હોવાનો આક્ષેપ થયો. એલજીએ ચીફ સેક્રેટરી પાસે અહેવાલ માગ્યા બાદ સીબીઆઈની તપાસ શરૂ થઈ હતી. હવે આ મામલે સિસોદિયા પહેલા કયા મોટા માથાઓની પૂછપરછ થઈ કે જેમની ધરપકડ કરવામાં આવી. અને તેમની જુબાની અને આપેલા પુરાવાઓને કારણે સિસોદિયાની ધરપકડ અને તેમની ધરપકડનું કારણ બની. સીબીઆઈએ એવો પણ આક્ષેપ કર્યો છે કે સિસોદિયાએ ઘણા પુરાવાનો નાશ કર્યો છે.