આકર્ષક લૂક, અદ્યતન ખાસિયતો અને ઝીરો પ્રેશર, ફ્લેક્સિ વોશ, રોલર કોસ્ટર વોશ, સુપર ડ્રાય વગેરે જેવી ટેકનોલોજીઓ સાથે સજ્જ
ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સના બિઝનેસ યુનિટ ગોદરેજ એપ્લાયન્સિસે 5-સ્ટાર રેટિંગ ધરાવતી ઇઓન વેલ્વેટ રેન્જ સાથે ફૂલ ઓટોમેટિક ટોપ-લોડ વોશિંગ મશીનની એની પ્રીમિયમ રેન્જ વધારી છે. અદ્યતન ટેકનોલોજીઓ, અદ્યતન સ્વાસ્થ્ય અને સ્વચ્છતા ખાસિયતો અને સંપૂર્ણપણે નવી સુંદરતાઓ સાથે આ યુવાન ગ્રાહકો માટે આદર્શ પસંદગી છે, જેઓ ટ્રેન્ડિંગ ખાસિયતો સાથે વિશિષ્ટ ઉત્પાદનો ઇચ્છે છે.
ગોદરેજ ઇઓન વેલ્વેટ વિવિધ અદ્યતન ખાસિયતો સાથે પાવર-પેક વોશિંગ મશીનોની રેન્જ છે, જેમ કે, ફ્લેક્સિ વોશ – તમામ પ્રકારના વસ્ત્રો અને ડાઘ માટે શ્રેષ્ઠ વોશ માટે પ્રી-સોક, વોશ, રિન્સ, સ્પિન ટાઇમ અને વોટર લેવલના અસરકારક સમન્વયની સુવિધા આપતા 26 કસ્ટમાઇઝ કરી શકાય એવા વોશ પ્રોગ્રામ. ઝીરો પ્રેશર (0.02 MPa) ટેકનોલોજી, જે મશીનને ઓછા દબાણની સ્થિતિમાં પણ ઓપરેટ થવાની અને ઝીરો દબાણની નજીક પણ અન્ય મશીનોથી વધારે ઝડપથી ટબ 60 ટકા ભરવાની સુવિધા આપે છે (પસંદગીના મોડલ્સ). રોલર કોસ્ટર વોશ ટેકનોલોજી ખાસ ડિઝાઇન કરેલા ગ્રેવિટી ડ્રમ ડીપર એક્વા જેટ પ્લસેટરના સમન્વય સાથે વધારે વોશ ટર્બલન્સ અને કેસ્કેડ વોટરફોલની સુવિધા આપે છે, જેથી વધારે સારી રીતે વસ્ત્રો સ્વચ્છ થાય છે. આ મશીન સુપર ડ્રાય વિકલ્પ પણ ધરાવે છે – જે વધારે ભેજ દૂર કરવા વધારે સ્પિન કરે છે, જે ડેનિમ અને ભારે વસ્ત્રો માટે વધારે ઉપયોગી છે. રિઅર કન્ટ્રોલ પેનલ કન્ટ્રોલમાં પાણીને ટપકતું અટકાવે છે. ઉપરાંત ટબ ક્લીન મોડ ટબ, લિન્ટ ફિલ્ટર, પલ્સેટર અને બેલેન્સર રિંગ વ્યવસ્થિત સાફ થાય એ સુનિશ્ચિત કરે છે, જેથી મશીન અને વસ્ત્રોની સ્વચ્છતા જળવાઈ રહે.
આ નવી ઓફર વિશે ગોદરેજ એન્ડ બૉય્સની ફ્લેગશિપ કંપની ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ કમલ નંદીએ કહ્યું હતું કે, “અમે તમામ વિસ્તારો અને ચેનલ્સમાં પ્રીમિયમ સેગમેન્ટ્સમાં વૃદ્ધિ ધરાવીએ છીએ તથા મહામારી પૂર્વેના વર્ષોની સરખામણીમાં ચાલુ વર્ષે બમણી વૃદ્ધિ કરવા કુલ પ્રદાનમાં પ્રીમિયમ મિક્સની અપેક્ષા ધરાવીએ છીએ. ચાલુ વર્ષે ઓક્ટોબર સુધીમાં આંકડા પ્રીમિયમ ટ્રેન્ડને પુનઃસ્થાપિત કરે છે, જેમાં ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટર્સ અને ફૂલી ઓટોમેટિક વોશિંગ મશીનોએ વધારે ઝડપથી વૃદ્ધિ જાળવી રાખી છે. અમારા નવા ઇઓન વેલ્વેટ રેન્જના વોશિંગ મશીનો શ્રેષ્ઠ પર્ફોર્મન્સ અને વધારે સુંદર મશીનોમાં અપગ્રેડ થવાની ઇચ્છાં રાખતા ઉપભોક્તાઓ માટે પસંદગી બનશે.”
ઉપરાંત ગોદરેજ એપ્લાયન્સિસના વોશિંગ મશીન્સના પ્રોડક્ટ ગ્રૂપ હેડ રાજિન્દર કૌલે ઉમેર્યું હતું કે, “આ રેન્જ પ્રસ્તુત કરવાની સાથે પ્રીમિયમ સેગમેન્ટમાં અમે આ નાણાકીય વર્ષના અંત સુધીમાં 50 ટકા વૃદ્ધિ હાંસલ કરવાની અપેક્ષા ધરાવીએ છીએ. આગામી મહિનાઓમાં અમે વધારે ક્ષમતાઓ અને વધારે ટેકનોલોજીઓ ઉમેરીને આ પ્લેટફોર્મની કામગીરી વધારીશું.”
આ વોશિંગ મશીનની રેન્જની સુંદરતા અદ્યતન ઓટોમોબાઇલ્સથી પ્રેરિત છે – જે કર્વ્ડ ટિન્ટેડ ટફન ગ્લાસ, ઇન્ટિયુટિવ હિડન હેન્ડલ, મેટલિક ક્રોમ ગાર્નિશ અને સુવિધાજનક ફ્લિપ લિડ ડિટર્જન્ટ ડ્રોઅર સાથે સોફ્ટ ક્લોઝ લિડ ઓફર કરે છે. 5-સ્ટાર રેટેડ મોડલ તરીકે આ વીજળીના વપરાશને મહત્તમ કરવા અને વધારે બચત આપવા મદદરૂપ થાય છે. આ સીરિઝ મેટલિક બ્લેક, ઓટોમન રેડ, સિલ્વર ગ્લેઝ અને ગ્રેફાઇટ ગ્રે જેવા વિવિધ આકર્ષક રંગના વિકલ્પોમાં 6.5 કિલોગ્રામ, 7 કિલોગ્રામ અને 7.5 કિલોગ્રામ ક્ષમતાઓમાં ઉપલબ્ધ છે તેમજ તેની મહત્તમ વેચાણ કિંમત (એમઆરપી) રૂ. 31,000થી શરૂ થાય છે, જેમાં એની મોટર પર 12-વર્ષની વોરન્ટી અને 3-વર્ષની વિસ્તૃત વોરન્ટી સામેલ છે. ગોદરેજ ઇઓન- વેલ્વેટ સીરિઝના વોશિંગ મશીનો તમામ રિટેલ સ્ટોર્સ તથા બ્રાન્ડના ઇ-સ્ટોર, એમેઝોન અને ફ્લિપકાર્ટ મારફતે ઓનલાઇન ઉપલબ્ધ થશે.






