વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત ના ૯૩માં મણકાનું થયું મંચાં મંચન
રવિવારે ભારતીય જનતા પક્ષના કર્ણાવતી મહાનગરના સાંસ્કૃતિક સેલ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૯૩માં “મન કી બાત”નું મંચન ભવ્યાતિભવ્ય રીતે અમદાવાદના પ્રહલાદ નગર સ્થિત મલ્ટિપ્લેક્ક્ષ કોનપ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભારતીય જનતા પક્ષના કર્ણાવતી મહાનગરના શહેર પ્રમુખ અમિતભાઈ શાહ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિત બહોળી સંખ્યામાં અમદાવાદ શહેરના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.
આજના કાર્યક્રમના આયોજક અને કર્ણાવતી મહાનગર નગરના સાંસ્કૃતિક સેલના સંયોજક અભિલાષ ઘોડા તથા સહ સંયોજક હિમાંશુ ચૌહાણ દ્વારા એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું .
તેમણે વધુમાં જણાવ્યું કે આગામી દિવસોમાં ગુજરાતના કલાકારોનું એક મહા સંમેલનનું આયોજન કર્ણાવતી મહાનગર ખાતે યોજવા સાંસ્કૃતિક સેલ કટીબદ્ધ છે.