• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 14, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Travel

ગ્રામ્ય જીવનની અનુભૂતિ કરાવે છે મોન્ટેરિયો વિલેજ

મોન્ટેરિયો ખાતે સહેલાણીઓ જમીન ખેડવાથી લઈ વાવણી-કાપણી સુધીનો અનુભવ કરી શકે છે

by P C KAPADIA
September 12, 2022
in Travel
0
ગ્રામ્ય જીવનની અનુભૂતિ કરાવે છે મોન્ટેરિયો વિલેજ
Share on FacebookShare on Twitter

શહેરી જીવનથી કંઇક અલગ અને અનોખો અનુભવ મેળવવો હોય તો તમારે રાયગઢ જિલ્લાના ખાલાપુર ખાતે આવેલા મોન્ટેરિયો વિલેજની મુલાકાત લેવી રહી. મુંબઈ અને પુણેથી માત્ર બે કલાકના અંતરે આવેલ મોન્ટેરિયો વિલેજ સહેલાણીઓને વણઝારાની રહેણીકરણી જેવો અનુભવ કરાવે છે. શહેરી જીવનની મોજ તો રોજ માણવા મળતી હોય છે પણ આપણી પોતાની ગ્રામ્ય સંસ્કૃતિનો અનુભવ મેળવવા તમારે કોઈ ગામડાંની જ મુલાકાત લેવી પડે. અને એ માટે વ્યસ્તતાને કારણે સમય કાઢવો મુશ્કેલ બની જાય છે. શહેરીજનોની આ તકલીફને ધ્યાનમાં રાખી મુંબઈથી માત્ર બે કલાકના અંતરે આવેલા ખાલાપુર ખાતે મોન્ટેરિયો વિલેજ ખડું કરવામાં આવ્યું છે. અહીં આવી ગામના ચોરે બેસો, તળાવના કિનારે લટાર મારો કે ગામની બજારમાં ટહેલવા નીકળો. દરેક જગ્યાએ તમને ગામડાંની અનુભૂતિ થશે. એટલું જ નહીં, આ ગામડામાં રાતવાસો કરવા માટે પચાસ જેટલા તંબુઓ પણ તાણવામાં આવ્યા છે. ઉપરાંત ખેતરમાં કામ કરવાનો અનુભવ મેળવવો હોય તો ધન્વંતરી ગાર્ડનમાં મોન્ટેરિયો સ્થિત ધન્વંતરી ગાર્ડન ખાતે જમીન ખેડવાથી લઈ વાવણી-કાપણી સુધીનો અનુભવ કરી શકે છે.

આ અંગે જાણકારી આપતા મોન્ટેરિયો વિલેજના ડિરેક્ટર ગોવિંદ વાઘાણીએ જણાવ્યું કે, મોન્ચેરિયો વિલેજ મહેમાનોને આપણા દેશના ગામડાઓનો અનુભવ કરાવે છે. અહીં તમને મળશે અતિવ્યસ્ત શહેરી જીવન વચ્ચે યોગ્ય અને આરામદાયક બ્રેક પ્રદાન કરે છે અને તે તમને વણઝારા સમુદાયની જીવનપદ્ધતિ દ્વારા તમને ગ્રામીણ સ્મૃતિમાં લઈ જાય છે. અહીના તંબુની આસપાસ શાંતિ સાથે રહેવાથી માંડીને વૃક્ષોની નીચે લટકતા ઝૂલા પર આરામ કરવા માટે, કબિલા પ્રકૃતિની સુંદરતામાં ખોવાઈ જવા અને જીવનની સોનેરી ક્ષણોને ફરીથી જીવંત કરવા માટે એક સંપૂર્ણ સેટિંગ છે. મોન્ટેરિયા વિલેજ ખાતેના આ તાજગીભર્યા અનુભવ સાથે પ્રાચીન ગામડાઓની સંસ્કૃતિ અને સ્મૃતિઓ યાદ કરો,”

આ સ્થળે કરવા લાયક પાંચ મુખ્ય પ્રવૃતિઓ – 1) આ ગામડામાં પગપાળા પ્રવાસ કરો – એકવાર તમે કેમ્પસાઇટ પર સેટ થઈ જાવ એ પછી, આ સ્થાનના ગ્રામીણ વાતાવરણનો અનુભવ કરવા માટે પગપાળા આ ગામમાં લટાર મારવી એ ખૂબ જ આનંદિત પ્રવૃતિ છે. લીલાં ખેતરો, રંગબેરંગી કચ્છના ઘરો અને સરપંચ ઘરો, ગૌશાળા (ગાય રાખવાનાશેડ), ધોધની મુલાકાત, ગુફાની ટનલ, વાંસ વચ્ચેનો માર્ગ અને મંદિર જેવા અનેક સ્થાનોની મુલાકાત લો. અહીના બંધ રેલ્વે સ્ટેશનના રેલ્વેના પાટા પર ચાલો અને નક્ષત્ર ગાર્ડનમાં તાજા ફૂલોની સુગંધનો આનંદ માણો. 2) તળાવમાં ડૂબકી લગાવો: આ ગામમાં, તળાવ એ સૌથી વધુ આનંદદાયક અનુભવો પૈકી એક છે. કુદરતી વરસાદનો આનંદ લેવા અને તરવા માટે કે પાણીમાં કુદકા મારવા માટે ચોમાસુ એ આદર્શ સમય છે. સલામતી માટે બાર્સ અને ગ્રીપથી સજ્જ, આ તળાવમાં કોઈપણ વ્યક્તિ પોતાનામાં રહેલા બાળકને ફરીથી જીવંત કરવા ઈચ્છે છે તે આ તળાવમાં જમ્પ કરી શકે છે! 3) મેળો અને સ્ટ્રીટ ફૂડ: દરરોજ સાંજે, આ ગામમાં મેળો ભરાય છે અને આકર્ષક હોય છે. લોક કલા, સ્ટેજ પર લોક નૃત્ય, સંગીત અને નૌટંકી (મનોરંજક કલા પ્રદર્શન) સહિત અનેક વિવિધ પ્રદર્શનની રજૂઆતો કરવામાં આવે છે. તમારા સ્વાદને અનુરૂપ ખોરાક માટે, ગ્રામીણ સ્ટોલ પર સ્ટ્રીટ ફૂડ પર હાથ અજમાવો, જેમાં પાણીપુરી, ગોલા, ચન્નાજોરગરમ અને જ્યુસ જેવી સ્વાદિષ્ટ વાનગીઓ મળે છે. સ્થાનિક વિક્રેતા પાસેથી કડક ચા પીવાનું ભુલશો નહીં. નજીકના ગામની મહિલાઓ દ્વારા અહી ચલાવવામાં આવતી વર્કશોપમાંથી ઘર માટે અથાણું અને પાપડની ખરીદી કરો. અહીની ભારતીય રેસ્ટોરન્ટ, સબરસ ખાતે સંપૂર્ણ થાળીનો સ્વાદ માણવા માટે પેટમાં થોડીક જગ્યા અવશ્ય રાખજો. 4) હસ્તકલાની વસ્તુઓ ખરીદો – વણકરો પાસેથી વાંસ અને લાકડાના ફર્નિચર અને હસ્તકલાની વસ્તુઓ ખરીદો. આ ગામમાં સુથાર, લુહાર, વાળંદ, દરજી અને માટીકામ કરનાર તેમજ સાયકલ રિપેરિંગ વર્કશોપ પણ છે. 5) પરંપરાગત રમતો રમો – પરંપરાગત રમતો જેવી કે, માર્બલ, છકડાની સવારી, અવરોધ કોર્સ અને ઝાડના આવરણની આસપાસ સ્વિંગ સર્કલ વગેરે જેવી રમતો રમો.

Tags: Monterio VillageVillageગામડુંમોન્ટેરિયો વિલેજ
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

ચાંદીના વાયદામાં રૂ.1,036નો ઉછાળોઃ કોટનમાં સેંકડા ઘટ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com