• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

ચાંદીના વાયદામાં રૂ.1,036નો ઉછાળોઃ કોટનમાં સેંકડા ઘટ્યા

by P C KAPADIA
September 12, 2022
in Corporate
0
Share on FacebookShare on Twitter

સોનું રૂ.124 અને ક્રૂડ તેલ રૂ.47 વધ્યુઃ મેન્થા તેલમાં નરમાઈઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 10105 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 12974 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 35 કરોડનાં કામકાજ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,76,320 સોદાઓમાં કુલ રૂ.23,114.92 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 10105.27 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 12974.32 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,05,080 સોદાઓમાં કુલ રૂ.6,104.11 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,505ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,669 અને નીચામાં રૂ.50,378 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.124 વધી રૂ.50,653ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.86 વધી રૂ.40,630 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.7 વધી રૂ.5,046ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,553ના ભાવે ખૂલી, રૂ.124 વધી રૂ.50,716ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,140ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,160 અને નીચામાં રૂ.55,059 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 1036 વધી રૂ.56,086 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ. 951 વધી રૂ.56,509 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.930 વધી રૂ.56,603 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 11,323 સોદાઓમાં રૂ.1,799.82 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.95 વધી રૂ.201.20 અને જસત સપ્ટેમ્બર વાયદો રૂ.1.70 વધી રૂ.287ના ભાવ થયા હતા. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.75 વધી રૂ.659.85 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.30 વધી રૂ.179ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 26,701 સોદાઓમાં કુલ રૂ.2,171.52 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,850ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,990 અને નીચામાં રૂ.6,807 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.47 વધી રૂ.6,956 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.30 વધી રૂ.644.20 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 421 સોદાઓમાં રૂ.29.82 કરોડનાં કામકાજ થયા હતા. કોટન સપ્ટેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.36,650ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.36,990 અને નીચામાં રૂ.36,310 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.340 ઘટી રૂ.36,500ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.12.10 ઘટી રૂ.991 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,423.86 કરોડનાં 4,790.291 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.3,680.25 કરોડનાં 657.597 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,143.29 કરોડનાં 16,54,400 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,028 કરોડનાં 15943750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.18.31 કરોડનાં 5100 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.11.51 કરોડનાં 114.48 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,174.259 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,040.245 ટન, ક્રૂડ તેલમાં 980800 બેરલ અને નેચરલ ગેસમાં 8965000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 39425 ગાંસડી, મેન્થા તેલમાં 718.56 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.35.33 કરોડનાં 508 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 13,837ના સ્તરે ખૂલી, 84 પોઈન્ટ વધી 13,938ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.12,974.32 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.468.80 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.160.06 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.11,319.51 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,025.29 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 239.48 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.118 ખૂલી, ઊપરમાં રૂ.173 અને નીચામાં રૂ.97.10 રહી, અંતે રૂ.14.10 વધી રૂ.156.80 થયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.650ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.35.80 ખૂલી, ઊપરમાં રૂ.37.35 અને નીચામાં રૂ.33.55 રહી, અંતે રૂ.1.25 વધી રૂ.36.05 થયો હતો. સોનું સપ્ટેમ્બર રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.267 ખૂલી, ઊપરમાં રૂ.356 અને નીચામાં રૂ.267 રહી, અંતે રૂ.39.50 વધી રૂ.349.50 થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.344 ખૂલી, ઊપરમાં રૂ.405 અને નીચામાં રૂ.311.50 રહી, અંતે રૂ.53 વધી રૂ.402 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.641.50 ખૂલી, ઊપરમાં રૂ.876 અને નીચામાં રૂ.639.50 રહી, અંતે રૂ.207 વધી રૂ.862.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.6,800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.156 ખૂલી, ઊપરમાં રૂ.171.80 અને નીચામાં રૂ.98.80 રહી, અંતે રૂ.24.10 ઘટી રૂ.109 થયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.21.30 ખૂલી, ઊપરમાં રૂ.21.30 અને નીચામાં રૂ.18 રહી, અંતે રૂ.3.05 ઘટી રૂ.19.30 થયો હતો. સોનું સપ્ટેમ્બર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.287 ખૂલી, ઊપરમાં રૂ.299.50 અને નીચામાં રૂ.233.50 રહી, અંતે રૂ.32.50 ઘટી રૂ.235.50 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,000 ખૂલી, ઊપરમાં રૂ.2,000 અને નીચામાં રૂ.1,517.50 રહી, અંતે રૂ.494.50 ઘટી રૂ.1,599.50 થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.294 ખૂલી, ઊપરમાં રૂ.294 અને નીચામાં રૂ.191 રહી, અંતે રૂ.27 ઘટી રૂ.220 થયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

કોટનના વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.780નો કડાકોઃ મેન્થા તેલ પણ ઢીલું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com