વાંદરાના બચ્ચાને કૂતરાઓએ મારી નાખ્યાં બાદ વાંદરોએ અઢીસો કૂતરાઓ મારી નાખ્યાં
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં બનેલી અજીબોગરીબ ઘટનાએ દુનિયાભરનું ધ્યાન ખેચ્યું છે. બન્યું એવું કે વાંદરાના એક બચ્ચાને કૂતરાઓએ મારી નાખ્યાં બાદ ઉશ્કેરાયેલા વાંદરાઓના એક જૂથે વેરની લોહિયાળ વસુલાત કરી હતી. વાંદરાઓ એક મહિનામાં લગભગ ૨૫૦ જેટલા કૂતરાઓને મારી નાખ્યાં.
નજરે જોનારા લોકોનું કહેવું છે કે, છેલ્લા એક મહિનાથી વાંદરાઓનું ટોળું કૂતરાઓને મારવાની ફિરાકમાં છે. વાંદરાઓ કૂતરાને ઘસડીને મકાનો પર કે ઝાડની ટોચ પર લઇ જઇ નીચે ફેંકી દેતા.
ગામના લોકોએ આ અંગે વન વિભાગનો સંપર્ક કર્યો અને વાંદરાઓના ઝુંડને પકડવાની વિનંતી કરી પણ તેઓ વાંદરાઓને પકડી શક્યા નહોતા.
એક ગામવાસીએ જણાવ્યું કે પખવાડિયા પહેલાં એક વાંદરે એના ગલૂડિયાં પકડ્યું. જેવું ગલુડિયું ચીસો પાડવા લાગ્યું કે ગામવાસીઓ એની વહારે દોડી ગયા અને એને બચાવી લીધું. પણ ઉશ્કેરાયેલા લોકોએ ગલૂડિયાં બચાવવા વાંદરાનો પગ તોડી નાખ્યો.
સ્થાનિક લોકોનું કહેવું છે કે વાંદરોનો કર હજુ અટક્યો નથી. જાણવા મળ્યા મુજબ વાંદરો હવે સ્કૂલ જતા બાળકોને નિશાન બનાવી રહ્યા હોવાથી ગામમાં ભયનો માહોલ છે.