શનિવાર અને રવિવાર તારીખ ૧૩/૧૪ના સવારે ૯થી સાંજે પાંચ વાગ્યા સુધી ૧૮થી વધુ વયનાને રસી અપાશે
મલાડ પૂર્વ વેપારી એસોસિયેશન અને અમેરિકર્સ ઇન્ડિયા ફાઉંડેશનના સહયોગથી મલાડ પૂર્વમાં સ્ટેશન પાસે જનતા વેફર્સ કમ્પાઉન્ડમાં શનિવાર 13 અને રવિવાર 14 નવેમ્બરે સવારે 9 થી સાંજે પાંચ વાગ્યા સુધી 18 વર્ષથી ઉપરની વ્યક્તિ માટે બંને ફ્રી વેક્સિન ડોઝની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ માટે આધારકાર્ડ લાવવું જરૂરી છે તેમ જ રજિસ્ટર્ડ થયેલો મોબાઈલ સાથે રાખવો. મલાડ પૂર્વ વેપારી એસોસિયેશન દ્વારા અહી અનેક સામાજિક કાર્યો કરવામાં આવે છે. તમામ નાગરિકોને રસીકરણ યોજનામાં ભાગ લઈ સ્વસ્થ રહેવાનો સંદેશો આપ્યો છે. ટૂંક સમયમાં અહી ફ્રી આઇ કેમ્પ તેમ જ મેડિકલ ચેક અપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે એમ સંસ્થાના સક્રિય કાર્યકારી સભ્ય જિતેન્દ્ર ખખ્ખરે જણાવ્યું હતું.