રાજયના નાના મોટા વેપારીઓ, સેવાકિય સંસ્થાના કર્મચારીઓને રસીકરણ અભિયાનમાં આવરી લઈ કોરોના સામે આરોગ્ય સુરક્ષા કવચ આપવા તા.૨૫ જુલાઈ, ૨૦૨૧ (રવિવાર)ના રાજ્યભરના ૧૮૦૦ કેન્દ્રો પર ખાસ વૅક્સિનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે.
કોરોના સંક્રમણ સ્થિતિની સમીક્ષા અંગે નિયમિત મળતી કોર કમિટીની બેઠકમાં વૅક્સિનેશન કેમ્પના આયોજનને મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના માર્ગદર્શનમાં આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
રાજયમાં વેપારી-હોટલ-સેવાકિય ક્ષેત્રના કર્મચારીઓને ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર તા. ૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વૅક્સિન ઇ લેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી વેપારી વર્ગ અને સેવાકિય વર્ગના કર્મચારીઓને તા. ૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં રસીકરણ પૂરૂં થાય એ માટે તા.૨૫.૦૭.૨૦૨૧, રવિવારના રોજ સ્પેશિયલ વૅક્સિનેશન કેમ્પનું આયોજન ૧૮૦૦ સેન્ટર પર કરવામાં આવ્યું છે.
રવિવાર, તા.25 જૂલાઈએ યોજાનારા આ વૅક્સિનેશન કેમ્પનો મહત્તમ લાભ નાના મોટા વેપારી વર્ગો, સેવાકિય વર્ગના કર્મચારીઓ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.