વેલેન્ટાઇન ડેની પૂર્વ સંધ્યાએ વિયેટનામની ઍરલાઇન્સ વિયેટજેટ દ્વારા મુંબઈમાં એક ભવ્ય કાર્યક્રમમાં લવ કનેક્શન 2023ના વિજેતાઓને વિયેટનામના હનીમૂન પેકેજ એનાયત કરાયા હતા.
વિયેટજેટ દ્વારા આયોજિત એક સ્પર્ધામાં પરિણીત યુગલોને તેમની લવ સ્ટોરી મોકલવાનું જણાવાયું હતું. ચાર મહિનાની અવધિ દરમિયાન આવેલી 1500 જેટલી લવ સટોરીને સિલેક્ટ કરવામાં આવી હતી. એમાંથી જેમની લવ સ્ટોરી રોચક હતી એવાં 77 કપલને હનીમૂન પેકેજ માટે વિજેતા ઘોષિત કરાયાં હતાં. આ કપલ્સને તેમના ગિફ્ટ વાઉચર એનાયત કરવા મુંબઈ ખાતે રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ 77 યુગલ 13 ફેબ્રુઆરીથી 30 જૂન 2023 દરમિયાન વિયેટનામના જાણીતા શહેરો હેનોઈ, હો ચી મિન્હ સિટી, ફુ ક્વેક જેવા સાંસ્કૃતિક શહેરોમાં આવેલા ભવ્ય વિન પર્લ, એના મંદારા, રૉયલ હા લૉન્ગ અને ફુરામા ખાતે મોજ માણી શકશે.
સુરતનાં જેનિશ અને હર્ષિતા જૈન, મુંબઈનાં દર્શના અંકિત મારુ
વિજેતા યુગલોમાં સુરતના સુરતના જેનિશ અને હર્ષિતા પણ છે. સુરત ખાતે એક લગ્નમાં આવેલી હર્ષિતાને જોઈ એવી જ એના દિલમાં વસી ગઈ. અને એક વર્ષ બાદ રાજસ્થાનમાં પરિવારની રજા સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા. આજે તેમને એક બાળક પણ છે.
જ્યારે મૂળ કચ્છના ભૂજ પાસેના એક ગામના વતની અને હાલ મુંબઈની કૉલેજના મેથેમેટિક્સના પ્રોફેસર અંકિત મારુને પ્રવાસ-ટ્રેકિંગનો ભારે શોખ. આવા જ એક ટ્રેકિંગમાં ડોમ્બિવલીથી આવેલી અને એસીએ થયેલી દર્શના સાથે મુલાકાત થઈ. તેઓ અવારનવાર ટ્રેકિંગ પર જતાં એમાં ક્યારે દિલ મળી ગયા એની જાણ પણ ન થઈ. અંકિતે છાપું ડૉટ કૉમને જણાવ્યું કે તેમને સોશિયલ મીડિયા પર સ્પર્ધાની જાણ થઈ અને એમાં ભાગ લીધો. અમારી લવ સ્ટોરી વિયેટજેટને પસંદ પડી અને હવે અમે વિયેટનામ જવાની તૈયારી કરી રહ્યાં છીએ.
લવ કનેક્શનની ઇવેન્ટ માટે ખાસ મુંબઈ આવેલા વિયેટજેટના વાઇસ પ્રેસિડન્ટ ડૂ જુઆન ક્વાંગે છાપું ડૉટ કૉમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લવ કનેક્શન વિયેટજેટ દ્વારા ડિઝાઇન કરાયલો ખાસ કાર્યક્રમ છે જે ભારતીયોને વિયેટજેટમાં હવાઈ સફર કરવાનો અવસર આપે છે. વાઇસ પરેસિડન્ટ ડૂ જુઆન ક્વાંગે વધુમાં જણાવ્યું કે અમારી ઇકોનોમી ઍરલાઇન્સની ફ્લાઇટ ભારતના અગિયાર શહેરોથી શરૂ કરાશે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ભારતોનું વિયેટનામ પ્રત્યેનું આકર્ષણ વધી રહ્યું છે અને અમે ભારતીયોનું શાહી સ્વાગત કરવા આતુર છીએ.