“સ્કાયલાઇન ગ્રુપ”થી હોસ્પિટાલિટી, સ્ટુડિયોઝ અને
સમાજસેવા સુધીની વિસ્તરતી સફર
મુંબઈમાં જન્મેલા અને સૌરાષ્ટ્રના ઉના-દેલવાડા સાથે મૂળ જોડાણ ધરાવતા યુવા ઉદ્યોગસાહસિક સૌરભ મહેતા આજે અનેક ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે. શેરબજારથી શરૂ થયેલો તેમનો વ્યવસાય હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હોસ્પિટાલિટી, ઓવરસીઝ બિઝનેસ, સ્ટુડિયો અને સમાજસેવાના ક્ષેત્ર સુધી વિસ્તર્યો છે. “સ્કાયલાઇન ગ્રુપ ઓફ કંપનીઝ”ના માધ્યમથી તેઓ માત્ર વ્યાપાર જ નહીં પરંતુ સમાજ માટે પણ સકારાત્મક કાર્ય કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
સૌરભ મહેતાએ જણાવ્યું કે શરૂઆત શેરબજારથી થઈ હતી અને આજે તેઓ ખાસ ક્લાયન્ટ્સના પોર્ટફોલિયો સંભાળે છે. ત્યારબાદ રી-ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં પ્રવેશ કરીને બોરીવલી, કાંદિવલી અને મલાડ વિસ્તારમાં અનેક પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કર્યું છે. તેમના જણાવ્યા મુજબ ૨૦૨૮ સુધીમાં નવ મોટા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાની યોજના છે.

હોસ્પિટાલિટી ક્ષેત્રે પણ તેઓ ઝડપથી આગળ વધી રહ્યા છે. થાઇલેન્ડમાં ૧૩૮ રૂમ્સ અને ઇન્ડિયન રેસ્ટોરન્ટ ધરાવતી પ્રોપર્ટી ઉપરાંત મુંબઈ એરપોર્ટ નજીક એક ભવ્ય ફાઇવ સ્ટાર હોટલ ટેકઓવર કરવાની તૈયારી ચાલી રહી છે. “ફૂડ પ્રત્યેનો મારો શોખ જ મને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી તરફ લાવ્યો,” એમ તેમણે હસતાં જણાવ્યું.
“સ્કાયલાઇન સ્ટુડિયોઝ” વિશે વાત કરતાં સૌરભ મહેતાએ કહ્યું કે આ સ્ટુડિયો મ્યુઝિક આલ્બમ, પોડકાસ્ટ, શોર્ટ ફિલ્મ અને ડિવોશનલ કન્ટેન્ટ માટે બનાવાયો છે. શરૂઆતમાં ધાર્મિક ગીતોથી શરૂઆત થશે અને બાદમાં કમર્શિયલ મ્યુઝિક આલ્બમ્સ પણ લોન્ચ કરવામાં આવશે. ઝેન-ઝી યુવાનોને સકારાત્મક સંદેશ પહોંચાડવાનો તેમનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
સમાજસેવા અંગે તેઓ ખાસ ભાવુક દેખાયા. “સ્કાયલાઇન ફાઉન્ડેશન” દ્વારા ગરીબો માટે સહાય, આરોગ્ય સેવાઓ અને ભવિષ્યમાં હાઇલી ઇક્વિપ્ડ હોસ્પિટલ શરૂ કરવાની તેમની મહત્ત્વાકાંક્ષા છે. વૃદ્ધાશ્રમ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ માટે મફત સારવાર ઉપલબ્ધ કરાવવાનો પણ તેમનો સંકલ્પ છે.
નવરાત્રી અને ધાર્મિક ઇવેન્ટ્સમાં પણ સક્રિય રહેલા સૌરભ મહેતા આ વર્ષે પોતાના “સ્કાયલાઇન” બ્રાન્ડ હેઠળ ભવ્ય નવરાત્રી આયોજન કરવાની તૈયારીમાં છે. યુવા વિચારસરણી, આધુનિક બિઝનેસ વિઝન અને સમાજ માટે કંઈક સારું કરવાની ભાવના તેમને આજના યુવા ઉદ્યોગસાહસિકોમાં અલગ ઓળખ અપાવે છે.






