યોગ શારીરિક ફિટનેસથી વધારે તમને મનને શાંત રાખવામાં અને એકાગ્રતા વધારવા તેમજ તમારી જાતને સમજવામાં મદદરૂપ થાય છે. અહીં નેટફ્લિકસ પર ઉપલબ્ધ યોગ અને એકાગ્રતાના વિવિધ પાસાંઓ પર પ્રકાશ ફેંકતી ડોક્યુમેન્ટરીની યાદી આપી છે.
ટાઇટલની યાદી
હેડસ્પેસ ગાઇડ ટૂ મેડિટેશન
જ્યારે તમે ધ્યાન ધરવાનો અભ્યાસ શરૂ કરવા વિવિધ ટેકનિક અને માર્ગદર્શનમાં ધ્યાન ધરો છો, ત્યારે તમારું મન સાનુકૂળ થાય છે અને આનંદ લે છે.
ધ માઇન્ડ, એક્સપ્લેન્ડ
જો તમે સાઇકોલોજીમાં રસ ધરાવતા હોય કે પછી તમને મન વિશે અભ્યાસ કરવામાં રસ હોય, તો એમ્મા સ્ટોન સંચાલિત આ સીરિઝ સ્વપ્નો, એકાગ્રતા અને ચિંતા વિશે જાણકારી આપે છે.
મિનિમલિઝમઃ એ ડોક્યુમેન્ટરી એબાઉટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ
ભૌતિકવાદની વ્યર્થતા દર્શાવવાના ઉદ્દેશ સાથે આ ડોક્યુમેન્ટરી તમને સાદગીમાં પરિપૂર્ણતા શોધવા પ્રેરિત કરે છે.
રામદાસ, ગોઇંગ હોમ
આ ડોક્યુમેન્ટરીમાં આધ્યાત્મિક ગુરુ બાબા રામદાસ જીવન અને મૃત્યુના ઊંડા અર્થ પર પ્રકાશ ફેંકે છે. આ ડોક્યુમેન્ટરી એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા 2018 એકેડેમી એવોર્ડ્ઝ ઇન ડોક્યુમેન્ટરી શોર્ટ સબ્જેક્ટ માટે કન્ટેન્ડર તરીકે પસંદ પણ થઈ હતી.