મહિન્દ્રા ગ્રૂપની રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પાંખ મહિન્દ્રા લાઇફસ્પેસ ડેવલપર્સ લિમિટેડે ચીફ બિઝનેસ ઓફિસર – ઇન્ડસ્ટ્રીયલ તરીકે રાજારામ પાઇની નિમણૂંક કરવાની જાહેરાત કરી છે. સમગ્ર ભારતમાં મહિન્દ્રા વર્લ્ડ સિટી અને ઓરિજિન્સ ડેવલપમેન્ટમાં ફેલાયેલા કંપનીના ઇન્ટિગ્રેટેડ સિટીઝ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સ (આઇસી એન્ડ આઇસી) બિઝનેસ વર્ટિકલ માટે રાજારામ રણનીતિ, યોજના, વિકાસ, વેચાણ, સંચાલન અને મૂલ્ય સર્જનની દેખરેખ રાખશે.
આ નિમણૂંક અંગે પ્રતિક્રિયા આપતાં મહિન્દ્રા લાઇફસ્પેસ ડેવલપર્સ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ અરવિંદ સુબ્રમણ્યને કહ્યું હતું કે, “અમે અમારી લીડરશીપ ટીમમાં રાજારામનું સ્વાગત કરતાં ખુશી અનુભવીએ છીએ. મુખ્ય વિકાસ રણનીતિમાં રાજારામના બહોળા અનુભવ સાથે સંચાલકીય શ્રેષ્ઠતા અને કોર્પોરેટ ડેવલપમેન્ટમાં બેજોડ રેકોર્ડ અમારા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બિઝનેસને મજબૂત કરવામાં સહાયક બની રહેશે. અમે તેમના યોગદાન માટે ઉત્સુક છીએ કારણકે અમે સ્થાયી, વિશ્વસ્તરીય ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમનું વિઝન ધરાવીએ છીએ, જે વૈશ્વિક અને ભારતીય કંપનીઓની ઝડપી ગો-ટુ-માર્કેટ અને મેક-ઇન-ઇન્ડિયાની આકાંક્ષાઓને સક્ષમ બનાવે છે.”
રાજારામ પાઇએ ઉમેર્યું હતું કે, “હું એવાં સમયે મહિન્દ્રા લાઇફસ્પેસિસ® સાથે જોડાવા ઉત્સુક છું કે જ્યારે સુઆયોજિક ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમની ભૂમિકા વ્યવસાયની નિરંતરતા અને કામગીરીની સુરક્ષિત રીતે પુનઃશરૂઆત સુનિશ્ચિત કરવામાં વૈશ્વિક સ્તરે સુદ્રઢ કરવામાં આવી છે. ભારત માટે પોતાના સાચા સ્થાનનો દાવો કરવાનો આ શ્રેષ્ઠ સમય છે કારણકે વૈશ્વિક અને પ્રાદેશિક સપ્લાય ચેઇન ઝડપથી પુનઃઆકાર પામી રહી છે. મહિન્દ્રા લાઇફસ્પેસિસ®નો આઇસી એન્ડ આઇસી બિઝનેસ કામગીરી નોંધપાત્ર છે અને હું અમારા ઇન્ડસ્ટ્રીયલ ગ્રાહકોને ઉત્તમ મૂલ્ય ડિલિવર કરવા માટે ઉત્સુક છું.”
રાજારામ કેમિકલ્સ, રિન્યૂએબલ્સ, કન્સલ્ટિંગ અને ઓટોમોટિવ જેવાં વૈવિધ્યસભર ક્ષેત્રોમાં 27થી વધુ વર્ષોના અનુભવ સાથે મહિન્દ્રા લાઇફસ્પેસિસ® સાથે જોડાયા છે. તાજેતરમાં રાજારામ ડ્યૂપોન્ટ ખાતે હતાં, જ્યાં તેમણે ભારત અને દક્ષિણ એશિયાના બિઝનેસનું નેતૃત્વ કર્યું હતું તેમજ ફોટોવોલ્ટિક મટિરિયલ્સ, એડવાન્સ્ડ પ્રિન્ટિંગ અને ઇન્ટરકનેક્ટેડ સોલ્યુશન્સ માટે પીએન્ડએલ જવાબદારી નિભાવતાં હતાં. તેઓ નવી ટેક્નોલોજી અને બિઝનેસના વિકાસ અને વ્યવસાયીકરણમાં નિપૂંણતા ધરાવે છે તેમજ તેમણે વેચાણ વૃદ્ધિ, ટેલેન્ટ ડેવલપમેન્ટ અને સંસ્થાકીય પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા માટે પણ જવાબદારી નિભાવી છે. વિવિધ ભુગોળમાં બિઝનેસની સ્થાપના અને તેનું નેતૃત્વ કરવામાં રાજારામ બહોળો અનુભવ ધરાવે છે તેમજ ખર્ચ પ્રત્યે સંવેદનશીલ અને ઉચ્ચ સ્પર્ધાત્મક માર્કેટ્સમાં પ્રીમિયમ ઓફરિંગ્સ માટેની માગનું સર્જન કરવાનો અનુભવ ધરાવે છે. દેશની લીડરશીપ ટીમના ભાગરૂપે તેઓ કોર્પોરેટ ગવર્નન્સ, ટેલેન્ટ મેનેજમેન્ટ અને કામગીરીની પ્રક્રિયામાં સુધારો કરવામાં પણ સામેલ રહ્યાં છે. રાજારામ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, લખનઉમાંથી એમબીએ તેમજ મણિપાલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની બેચલર્સ ડિગ્રી ધરાવે છે.
વારંવાર લોકડાઉન વચ્ચે પણ મહિન્દ્રા લાઇફસ્પેસ ડેવલપર્સ લિમિટેડે નાણાકીય વર્ષ 2021માં તેના આઇસી અને આઇસી બિઝનેસમાં 26 ગ્રાહકોને 55.6 એકર ભાડાપટ્ટે આપી છે. ચેન્નઇ અને જયપુરમાં મહિન્દ્રા વર્લ્ડ સિટીનો વિકાસ જાહેર-ખાનગી ભાગીદારીમાં એકીકૃત શહેરના નિર્માણમાં અગ્રણી છે. આ પ્રોજેક્ટ્સમાં લાર્જ-ફોર્મેટ સિટી સામેલ છે, જે ઇન્ડસ્ટ્રીયલ, રેસિડેન્શિયલ અને કમર્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સહ-અસ્તિત્વ ધરાવે છે. 186 વૈશ્વિક અને ઘરેલુ કંપનીઓએ ભેગા મળીને એમડબલ્યુસી ચેન્નઇ અને એમડબલ્યુસી જયપુરને બિઝનેસ ડેસ્ટિનેશન તરીકે પસંદ કર્યું છે તેમજ અત્યાર સુધીમાં 54,000થી વધુ વ્યક્તિઓ માટે પ્રત્યક્ષ રોજગારનું સર્જન કર્યું છે. ચેન્નઇ અને અમદાવાદમાં ઓરિજિન્સ બાય મહિન્દ્રા વર્લ્ડ સિટીમાં આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે નાના ફોર્મેટના ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સ સામેલ છે.






