કોટનના વાયદો રૂ.190 તૂટ્યોઃ નેચરલ ગેસ, મેન્થા તેલ, રબરમાં વૃદ્ધિઃ સોના-ચાંદીના વાયદાના ભાવમાં સંકડાઈ ગયેલી વધઘટઃ બુલડેક્સ વાયદામાં 56 પોઈન્ટની મૂવમેન્ટ
ડેઇલી માર્કેટ રિપોર્ટ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,70,006 સોદાઓમાં કુલ રૂ.14,705.10 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના એપ્રિલ વાયદામાં 56 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 45,343 સોદાઓમાં કુલ રૂ.2,818.50 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,734ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,870 અને નીચામાં રૂ.51,681ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.104 ઘટી રૂ.51,793ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.31 ઘટી રૂ.41,303 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.3 ઘટી રૂ.5,142ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,622ના ભાવે ખૂલી, રૂ.74 ઘટી રૂ.51,607ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.66,770ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,019 અને નીચામાં રૂ.66,600ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 1 વધી રૂ.66,766ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 5 ઘટી રૂ.66,934 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.11 વધી રૂ.66,952 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 6,915 સોદાઓમાં રૂ.1,335.17 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.2.65 વધી રૂ.279.30 અને જસત એપ્રિલ વાયદો રૂ.6.10 વધી રૂ.355ના ભાવ થયા હતા. આ સામે તાંબુ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.3.80 વધી રૂ.820.80 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.75 વધી રૂ.186ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 47,579 સોદાઓમાં કુલ રૂ.3,750.84 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,286ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,416 અને નીચામાં રૂ.7,246ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.19 વધી રૂ.7,297 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.12.80 વધી રૂ.489.50 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,585 સોદાઓમાં રૂ.163.74 કરોડનાં કામકાજ થયા હતા. કોટન એપ્રિલ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.43,350ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.43,570 અને નીચામાં રૂ.43,010ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.190 ઘટી રૂ.43,390ના સ્તરે પહોંચ્યો હતો. રબર એપ્રિલ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,108ના ભાવે ખૂલી, રૂ.145 વધી રૂ.17215 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.90 વધી રૂ.1136.50 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 8,692 સોદાઓમાં રૂ.1,601.39 કરોડનાં 3,095.042 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 36,651 સોદાઓમાં કુલ રૂ.1,217.11 કરોડનાં 181.696 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 26,172 સોદાઓમાં રૂ.2,156.17 કરોડનાં 29,40,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 21,407 સોદાઓમાં રૂ.1,595 કરોડનાં 32790000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,087 સોદાઓમાં રૂ.138.53 કરોડનાં 31950 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 478 સોદાઓમાં રૂ.24.83 કરોડનાં 217.8 ટન, રબરના વાયદાઓમાં 20 સોદાઓમાં રૂ.0.38 કરોડનાં 22 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,944.332 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 376.706 ટન, ક્રૂડ તેલમાં 730400 બેરલ અને નેચરલ ગેસમાં 18003750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 146275 ગાંસડી, મેન્થા તેલમાં 441 ટન, રબરમાં 72 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 345 સોદાઓમાં રૂ.27.14 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 345 સોદાઓમાં રૂ.27.14 કરોડનાં 361 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 615 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ એપ્રિલ વાયદો 15,030ના સ્તરે ખૂલી, 56 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 19 પોઈન્ટ ઘટી 15,029ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 68239 સોદાઓમાં રૂ.6,609.71 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.75.76 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.41.56 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,753.98 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.737.45 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 156.98 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ એપ્રિલ રૂ.7,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.179 ખૂલી, ઊપરમાં રૂ.224 અને નીચામાં રૂ.165 રહી, અંતે રૂ.7.90 ઘટી રૂ.178.30 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.480ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.28.70 ખૂલી, ઊપરમાં રૂ.37 અને નીચામાં રૂ.28.70 રહી, અંતે રૂ.8.15 વધી રૂ.35.45 થયો હતો. સોનું મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.736.50 ખૂલી, ઊપરમાં રૂ.853.50 અને નીચામાં રૂ.736.50 રહી, અંતે રૂ.64 ઘટી રૂ.826 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.147.10 ખૂલી, ઊપરમાં રૂ.155 અને નીચામાં રૂ.105 રહી, અંતે રૂ.15.80 ઘટી રૂ.132.20 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.480ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.28 ખૂલી, ઊપરમાં રૂ.29.45 અને નીચામાં રૂ.25.35 રહી, અંતે રૂ.4 ઘટી રૂ.26.40 થયો હતો. સોનું મે રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.508 ખૂલી, ઊપરમાં રૂ.533 અને નીચામાં રૂ.482.50 રહી, અંતે રૂ.30 વધી રૂ.507 થયો હતો.
– નૈમિષ ત્રિવેદી