૩૦૦ વેપારીઓ અને ૩૧ સોસાયટીના રહીશો રસ્તા પર ઉતર્યાં
અહીંનો રસ્તો ૩૦ ફીટ જ છે
મલાડ પૂર્વમાં બંધાઈ રહેલા સ્કાયવૉકને કારણે અહીંના વેપારીઓ તેમ જ સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે. હાલમાં અહી રસ્તો ફક્ત ૨૦ થી ૩૦ ફીટ પહોળો છે એટલું જ નહિ ફેરિયાઓ પણ અડ્ડો જમાવી બેઠા છે. તેવા સંજોગોમાં જો અહી સ્કાયવૉક બંધાય તો અમારી દુકાનો ફરી કપાતમાં જશે તેમ જ ચાલવું અને રહેવું મુશ્કેલ થઈ પડશે. એટલે અહીંના દુકાનદારોએ આજે બંધ પાળ્યો હતો તેમની સાથે અહીંની સોસાયટીના રહેવાસીઓ પણ રસ્તા પર ઉતર્યા હતા અને પ્લે કાર્ડ દર્શાવી સેકડોની સંખ્યમાં હાજર રહી સૂત્રોચ્ચાર કરી સ્કયવૉક ન બંધાય તે માટે ધારણા યોજ્યા હતા.
મલાડ પૂર્વ એસોસિયેશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે અહી સ્કાયવૉક બાંધવો તે અસરકારક નથી. અમારી દુકાનો આ પહેલા પણ કટિંગમાં ગઈ છે હવે સ્કયવૉકને કારણે ફરી એમની દુકાનો કટિંગમાં જશે તેવી નોટિસ આવી છે. હાલમાં અહીં સિમેન્ટનો નવો રોડ બન્યો છે. એનો કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં જશે. અહીં સ્ટેશનથી લઈ પુષ્પા પાર્ક સુધી શેર એ રિક્ષા જાય છે. તેમનો પણ ધંધો પડી ભાંગશે. સ્ટેશન પરથી પુષ્પા પાર્ક સુધી આવેલી સોસાયટીના રહેવાસીઓએ પણ જણાવ્યું છે કે સકાયવૉકને કારણે તેમના ઘરની પ્રાઇવસી જોખમાશે એટલું જ નહીં સકાયવૉક પર સિકયુરિટી હોતી નથી એટલે અહીં ગરદુલ્લાઓ અડ્ડો જમાવશે. ફરીથી રૂપજીવિનીઓનો ત્રાસ થશે.
મુંબઈમાં બંધાયેલા મોટા ભાગના સકાયવૉક નકામા અને ધોળા હાથી જેવા પુરવાર થયા છે. ત્યારે કરોડો રૂપિયા ખર્ચી પ્રજાના પૈસાનો વેડફાટ કરવા જેવું છે. અહીંના સ્થાનિક નગરસેવક રામ બારોટ પણ સ્કાયવૉકની વિરુદ્ધમાં છે. જ્યારે અન્ય નગરસેવિકા અને વિધાનસભ્ય સ્કાયવૉક બાંધવાની તરફેણમાં છે.
જો આજના આંદોલન પછી પણ સ્કાયવૉક બાંધવાનું પડતું નહીં મુકાય તો તેઓ ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવશે.